Priyanka Chopra making Fun with Kids under Unicef Project
  • Home
  • Videos
  • Featured Videos
  • ઈથોપિયામાં નાના બાળક સાથે લપસણી ખાતી નજરે પડી પ્રિયંકા, જુઓ Video

ઈથોપિયામાં નાના બાળક સાથે લપસણી ખાતી નજરે પડી પ્રિયંકા, જુઓ Video

 | 3:58 pm IST

બોલિવૂડની ‘દેશી ગર્લ’ અભિનેત્રી પ્રિયંકા ચોપરા યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ કામ કરે છે. તાજેતરમાં પ્રિયંકાએ યુનિસેફ સાથે મળીને ઇથોપિયાના લોકોની મદદ માટે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ પ્રિયંકાએ ઇથોપિયાની મુલાકાત પણ લીધી. જેની કેટલીક તસવીરો અને વીડિયોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેને શેર કરી પ્રિયંકાએ અલગ-અલગ મુદ્દાઓ પર વાત કરી છે.

જોકે ઇથોપિયાની મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જેમાં પ્રિયંકા નાના બાળકો સાથે મસ્તી કરતા દેખાઈ રહી છે. આ વીડિયોમાં તે એક નાના બાળક સાથે લપસણી ખાતી દેખાઈ રહી છે. પ્રિયંકાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. જોકે બીજી તરફ પ્રિયંકા તેની ઇથોપિયા મુલાકાતના કારણે ટ્રોલ પણ થઈ છે. કેટલાક યૂઝર્સે પ્રિયંકાને ટ્રોલ કરતા પૂછ્યું કે આપણા દેશના બાળકોનું શું? જેનો જવાબ આપતા પ્રિયંકાએ કહ્યું કે,‘દુનિયાનું કોઈ પણ બાળક માત્ર બાળક હોય છે. મે ભારતમાં પણ યુનિસેફ સાથે મળીને કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરતી રહીશ.’ તમને જણાવી દઈએ કે આ તસવીરોને શેર કરતા પ્રિયંકાએ ગરીબી, જાતીય શોષણ અને સતામણી અને બાળ વિવાહ જેવા મુદ્દાઓ પર પણ વાત કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન