પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં લીધું ઘર, અંદરના દ્રશ્યો જોઇને તમે પણ રહી જશો દંગ pics - Sandesh
NIFTY 11,429.50 -41.20  |  SENSEX 37,869.23 +-155.14  |  USD 68.8250 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં લીધું ઘર, અંદરના દ્રશ્યો જોઇને તમે પણ રહી જશો દંગ pics

પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં લીધું ઘર, અંદરના દ્રશ્યો જોઇને તમે પણ રહી જશો દંગ pics

 | 3:32 pm IST

બોલિવૂડની ‘દેસી ગર્લ’ પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં રિલેશનશિપની ચર્ચાઓ ચારેય તરફ છે. પણ હાલમાં જે ચર્ચાઓએ જોર પકડ્યુ છે તે પ્રિયંકાનાં નવા ઘરની છે. ફેન્સ હંમેશા એ જાણવા માટે ઉત્સુક રહે છે કે તેના ફેમસ સ્ટાર્સ ક્યાં અને કેવી રીતે રહે છે.

આજે અમે લઈને આવ્યા છીએ પ્રિયંકા ચોપડાના ન્યૂયોર્ક સ્થિત ઘરની અંદર અને બહારની કેટલીક તસવીરો. જી હાં, પ્રિયંકા ચોપરાએ ન્યૂયોર્કમાં એક ઘર ખરીદ્યુ છે અને આ ઘરની ખુબસુરતી જોઇને તમે દંગ રહી જશો.

આ પ્રિયંકાના એપાર્ટમેન્ટની બહારથી લીધેલી તસવીરો છે. પ્રિયંકાએ ન્યૂયોર્કમાં પોતાના માટે શાનદાર એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. જેની કેટલીક તસવીરો વાઈરલ થઈ છે. ન્યૂયોર્ક ટાઇમ્સ દ્વારા આ તવસીરો સૌથી પહેલાં શેર કરવામાં આવી છે. આ ઘરની અંદરની સુંદરતા જોઇને તમે ચોક્કસથી ચોંકી જશો.