Priyanka Chopra-Nick Jonas And Families Fly To Jodhpur
  • Home
  • Featured
  • Photos: લગ્ન માટે જોધપુર રવાના થતા એકદમ સુંદર લાગતી હતી પ્રિયંકા ચોપડા

Photos: લગ્ન માટે જોધપુર રવાના થતા એકદમ સુંદર લાગતી હતી પ્રિયંકા ચોપડા

 | 12:34 pm IST


પ્રિયંકા ચોપડા અને નિક જોનસ પોતાના લગ્ન માટે જોધપુર જવા માટે રવાના થઇ ચૂકયા છે. પરિવારના સભ્યો તેમની સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા. પ્રિયંકા ઓફ વ્હાઇટ કલરના પ્લાઝો અને કુર્તામાં ખૂબ જ સુંદર દેખાય રહી હતી. આ ઇન્ડિયન ડ્રેસની સાથે કલરફુલ દુપટ્ટો ખૂબ જ મસ્ત લાગતો હતો. પ્રિયંકા ચોપડાએ એરપોર્ટ પર હાજર ફોટોગ્રાફર્સને પોઝ પણ આપ્યો. નિક જોનસ હંમેશાની જે હેન્ડસમ લાગી રહ્યો હતો અને એવું લાગી રહ્યું છે હવે ઇન્ડિયન મીડિયાથી ખૂબ ફ્રેન્ડલી થઇ ચૂકયો છે.

નિકના મોટાઊભાઇ જે જોનસ અને તેની થનાર પત્ની અને એક્ટ્રેસ સોફી ટર્નર પણ તેમની સાથે એરપોર્ટ પર દેખાયા. આપને જણાવી દઇએ કે પ્રિયંકા અને નિક 2 ડિસેમ્બરના રોજ જોધપુરમાં લગ્ન કરવા જઇ રહ્યાં છે. એરપોર્ટ પર ફેમિલી અને સગા સંબંધીઓ પણ જોવા મલ્યા. બ્લૂ અને ગ્રીન કલરની સાડીમાં પ્રિયંકાના માતા મધુ ચોપડા હતા.