Priyanka Chopra, Nick Jonas donate to PM-Cares fund, Unicef,
  • Home
  • Entertainment
  • Bollywood
  • કોરોનાની જંગમાં પ્રિંયકા-નિકે એવું કર્યું કે, બોલિવૂડ-હોલિવૂડ સહિત આખી દુનિયા આંખો ફાડીને જોતી રહી!

કોરોનાની જંગમાં પ્રિંયકા-નિકે એવું કર્યું કે, બોલિવૂડ-હોલિવૂડ સહિત આખી દુનિયા આંખો ફાડીને જોતી રહી!

 | 3:52 pm IST

કોરોના જેવી મહામારી સામે લડવા માટે અનેક બોલિવૂડ સ્ટાર અને દેશની મોટી મોટી હસતીઓ મેદાને આવી છે અને મદદ કરી છે. હવે એ જ અરસામાં પ્રિયંકા ચોપરાએ પણ આર્થિક સહાય કરી છે. દેશને આર્થિક મદદની જરૂર છે. ત્યારે તમામ હસ્તીઓએ પોતાનો ખજાનો ખોલીને દાન દીધું છે. અક્ષય કુમાર, વરુણ ધવન, અનુષ્કા શર્મા, વિરાટ કોહલી, ઋતિક રોશન જેવા અનેક સેલેબ્સે મદદ કરી છે.

પ્રિયંકા ચોપરાએ આ વખતે પતિ નિક જોનસ સાથે મળીને આર્થિક સહાય કરી છે. અહીં મહત્વની વાત એ છે કે, માત્ર ભારત જ નહીં પણ જરૂરિયાતમંદોની મદદ માટે આગળ આવેલી પ્રિયંકાએ દુનિયાભરની સંસ્થાઓમાં દાન કર્યું છે. પ્રિયંકા ચોપરાએ આ તમામા માહિતી ટ્વિટર પર આપી છે. પ્રિયંકાએ ટ્વિટ કરીને લખ્યું કે-નિક અને મે મળીને @unicef, @FeedingAmerica, @goonj, #DoctorsWithoutBorders, @nokidhungry, @GiveIndia, @sagaftra #IAHV, #Aseema અને #PMCARES ફંડમાં દાન કર્યું છે.

આ સિવાય દેશી ગર્લે લખ્યું કે, COVID-19થી પ્રભાવિત લોકો માટે આ તમામ સંસ્થાઓ પ્રશંસનીય કામગીરી કરે છે. ડૉક્ટરોને મદદ કરવાની સાથે ભૂખ્યા માટે ભોજન અને બેઘર ગરીબો સુધી સૌથી પહેલા મદદ પહોંચાડી રહ્યાં છે. આ સિવાય તેમના તરફથી એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતાં અમારા સાથીઓને પણ મદદ કરવામાં આવી રહી છે. કોઈ દાન નાનું નથી હોતું અને આપણે સૌ સાથે મળીને દુનિયાને કોરોના વાયરસથી બચાવવા માટે મદદ કરી શકીએ છીએ.”

નિકે પણ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, પ્રિયંકા સાથે મળીને અમે આ સંસ્થાઓમાં દાન કર્યું છે. આ સંસ્થાઓ દુનિયાભરમાં જરૂરિયાતમંદોની મદદ કરી રહી છે. તેમજ પ્રિયંકા અને નિકે લોકોને પણ અપીલ કરી છે કે, જે લોકોથી થઈ શકે એમ હોય એની મદદ કરો.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં ‘સંદેશ ન્યૂઝ’ના અહેવાલની અસર, કૃષ્ણનગરના PI સસ્પેન્ડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન