Priyanka Chopra, Nick Jonas on day 8 of self-isolation
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકા-નિક સતત 8 દિવસથી એક રૂમમાં પુરાઈ ગયા, હવે દેશીગર્લે કહ્યું- અચાનક જ મારું….

પ્રિયંકા-નિક સતત 8 દિવસથી એક રૂમમાં પુરાઈ ગયા, હવે દેશીગર્લે કહ્યું- અચાનક જ મારું….

 | 6:25 pm IST

આખી દુનિયામાં કોરોના વાયરસે ફફડાટ મચાવી દીધી છે. ત્યારે અનેક સેલેબ્રિટી રૂમમાં પુરાઈ ગયા છે. સરકાર પણ કહી રહી છે કે, આ સમયે ઓછામાં ઓછા લોકો સાથે સંપર્કમાં આવો. પોતાની સલામતી માટે ગ્લોબલ આઇકોન બની ગયેલી પ્રિયંકા ચોપરા અને તેમનો પતિ નિક જોનાસ પણ હાલમાં સેલ્ફ આઇસોલેશનમાં જ છે. એટલું જ નહીં પણ તે છેલ્લા 8 દિવસથી રૂમમાં જ બંધ છે.

પ્રિયંકા ચોપરાએ આ બધી માહિતી ઇન્સ્ટાગ્રામ લાઇવ થઈને આપી હતી. પ્રિયંકાએ હાલમાં તેના પતિ નિક સાથે છેલ્લા 8 દિવસથી સેલ્ફ આઇસોલેશનમાં છે. ત્યારે ઇન્સ્ટા લાઇવ પર વાત કરતા પ્રિયંકાએ કહ્યું કે- અમારું જીવન એકદમ બદલાઇ ગયું છે. કોઇ ફિલ્મ ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. નિક અને હું એક સપ્તાહથી ઘર પર જ છીએ. અને આ અમારો 8મો દિવસ છે.

પ્રિયંકાએ આગળ વાત કરી કે, અમે હંમેશા એટલા વ્યસ્ત રહીએ છીએ અને લોકો પણ હંમેશા અમારી આસપાસ ફરતા હોય છે. જેના કારણે અચાનક જ અમારા જીવનની હકીકત બદલાઇ ગઇ છે. આ બધુ ખૂબ જ અજીબ લાગી રહ્યું છે. કોરોના વાયરસને લઇ અલગ અલગ ખબરો આવી રહી છે. હું ઇન્ટરનેટ પર Covid-19 લઇને અલગ અલગ ખબર વાંચી રહી છું.

દેશી ગર્લે વધુમાં જણાવ્યું કે, આ ખરેખર ડરામણું છે. ઇન્ટરનેટ પર જે પણ છપાય છે તે સાચું છે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. માટે ફેન્સ માટે અમે કેટલાક જાણીતા ડોક્ટર્સની ટીમ સાથે એક ઇન્સ્ટા લાઇવ કરીશું. એમાં આ ડોક્ટર્સ કોરોના વાયરસને લઇને તમારા સવાલના જવાબ આપશે. આ એવા ડોક્ટર્સ છે કે જે કોરોના વાયરસ સામે સીધી રીતે જંગ લડી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓ: સુરતમાં સરકારના પરિપત્ર બાદ પણ શાળા ચાલુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન