Priyanka Chopra only Indians on Instagram Rich List 2019
  • Home
  • Entertainment
  • Bollywood
  • સીધા પોણા બે લાખ રૂપિયા કમાય છે એક ફોટો અપલોડ કરીને, આ અભિનેત્રીનો પોઝ બહુ મોંઘો

સીધા પોણા બે લાખ રૂપિયા કમાય છે એક ફોટો અપલોડ કરીને, આ અભિનેત્રીનો પોઝ બહુ મોંઘો

 | 3:54 pm IST

સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપરાના ફોટોઝ જબરજસ્ત વાઈરલ થતા હોય છે. ઈન્સ્ટાગ્રામ પર તેમની પોસ્ટ તરત જ વાયરલ થઈ જતી હોય છે. પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયાની સૌથી લોકપ્રિય હસ્તીઓમાંની એક હસતી છે. પ્રિયંકા ચોપરા માટે સોશિયલ મીડિયા એ ફક્ત પોસ્ટ કરવાનું જ માધ્યમ નથી પરંતુ ઈન્સ્ટાગ્રામ દ્વારા તે કરોડોની કમાણી કરી છે એ વાત તમે નહીં જાણતા હોય.

ઈન્સ્ટાગ્રામના શેડ્યુલિંગ ટૂલ Hopper HQના લિસ્ટ પ્રમાણે પ્રિયંકા ચોપરા બોલીવુડની એક માત્ર એક્ટ્રેસ છે, જે આ લિસ્ટમાં સામેલ છે. પ્રિયંકા આ લિસ્ટમાં 19મા નંબરે છે, જ્યારે સેલિબ્રિટી સેક્શનમાં તે 16મા નંબરે છે. આ લિસ્ટ પ્રમાણે પ્રિયંકાના 4 કરોડ 30 લાખથી વધુ ફોલોઅર્સ છે. પ્રિયંકા પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરવા માટે 2,71,000 ડૉલર એટલે કે 1.86 કરોડ રૂપિયા લે છે.

ઈન્સ્ટાગ્રામ રિચ લિસ્ટમાં સૌથી ટોચ પર અમેરિકન સેલિબ્રિટી કાયલી જેનર છે, જેના ઈન્સ્ટાગ્રામ પર 13 કરોડ કરતા વધુ ફોલોઅર્સ છે. કાયલી એક પોસ્ટ માટે 12 લાખ 66 હજાર ડૉલર એટલે કે 8.73 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન