Priyanka Chopra overtake PM modi in instagram followers
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • PM મોદીને એકમાત્ર પ્રિયંકા ચોપરાએ આ મામલે આપી જોરદાર ટક્કર

PM મોદીને એકમાત્ર પ્રિયંકા ચોપરાએ આ મામલે આપી જોરદાર ટક્કર

 | 3:51 pm IST

હાલ સર્વત્ર પ્રિયંકા ચોપરા લાઈમ લાઈટમાં છવાયેલી છે. પછી તે એવોર્ડની વાત હોય, નિક જોનાસ સાથે રોમાન્સ હોય, હોલિવુડની ફિલ્મો હોય કે હોલિવુડમાં પગ જમાવવાની વાત હોય. પણ તેના ફેન્સ માટે હાલ સૌથી મોટા સમાચાર આવી ગયા છે. કેમ કે, ભારતીય દિગ્ગજોને પાછળ છોડીને દેશી ગર્લ હવે ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સના લિસ્ટમાં નંબર વન બની ગઈ છે. પ્રિયંકાના ફોલોઅર્સની સંખ્યા હવે 25 મિલિયન થઈ ગઈ છે.

આ લિસ્ટમાં પ્રિયંકા ચોપરા સૌથી ટોપ પર છે. જ્યારે બાકીના લિસ્ટમાં દીપિકા પાદુકોણ 24.9 મિલિયન સાથે બીજા ક્રમે અને વિરાટ કોહલી 22.7 મિલિયન સાથે ત્રીજા સ્થાન પર છે. તો આલિયા ભટ્ટના 22.7 મિલિયન, શ્રદ્ધા કપરના 21.7 મિલિયન, સલમાન ખાનના 17.3 મિલિયન અને શાહરૂખ ખાનના 13.3 મિલિયન ફોલોઅર્સ છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13.5 ફોલોઅર્સ અને બોલિવુડ શહેનશાહ અમિતાભ બચ્ચન ઈન્સ્ટાગ્રામ પર 9.5 મિલિયન ફોલોઅર્સ ધરાવે છે.

રસપ્રદ વાત તો એ છે કે, પ્રિયંકાના રોમાન્સની જેની સાથે અફવા ચાલી રહી છે, તે નિક જોનાસના ફોલોઅર્સ માત્ર 15.5 મિલિયન છે, તો આ મામલે તો પ્રિયંકાએ પોતાના કથિત બોયફ્રેન્ડને પણ પાછળ છોડી દીધો છે.

આમ તો પ્રિયંકાએ ફેસબુક પર પણ તહેલકો મચાવ્યો છે. ફેસબુક પર તેના 37 મિલિયન ફોલોઅર્સ છે. ટ્વિટર પર તેના ફોલોઅર્સ 23 મિલિયન છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા હવે ભારત પાછળ ફરી રહી છે. તે હવે સલમાન ખાન સાથેની ફિલ્મ ભારતનું શુટિંગ શરૂ કરી કરશે.