Priyanka Chopra performs on Amitabh Bachchan's song - Video
  • Home
  • Featured
  • પ્રિયંકા ચોપરાએ અમિતાભ બચ્ચનના આ ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ- Video

પ્રિયંકા ચોપરાએ અમિતાભ બચ્ચનના આ ગીત પર કર્યો ધમાકેદાર ડાન્સ- Video

 | 3:50 pm IST

મુંબઇમાં તેની ફિલ્મ ‘ધ સ્કાય ઇસ પિંક’ની શુટિંગ ખતમ કરી હવે પ્રિયંકા ન્યૂયોર્ક પહોંચી છે. હાલ તે પતિ નિક જોનાસ સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહી છે. હાલમાં પ્રિયંકાએ એક તસવીર શેર કરી હતી. જેમા તેને નિકનો હાથ પકડ્યો હતો. ત્યારે હવે પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમા તે અમિતાભ બચ્ચનની ફિલ્મ મેજર સાબના ગીત સોણા સોણા પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોની ખાસ વાત એ છે કે પ્રિયંકા નિક સાથે નહીં પરંતુ કોઇ અન્ય સાથે ડાન્સ કરી રહી છે.

ખરેખર પ્રિયંકા સાથે આ વીડિયોમાં પતિ નિક જોનાસની મેનેજરની પુત્રી એવા ડ્રૂ છે. પ્રિયંકા અને એવાની મિત્રતા ખૂબ સારી છે અને તે એવા સાથે સમય પસાર કરે છે અને તસવીર શેર કરે છે. પ્રિયંકાએ એવાની સાથે ડાન્સનો આ વીડિયો શેર કરતા લખ્યું, ‘#AvaDrewની સાથે સ્પેશ્યિલ સાંજ’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન