Priyanka: Didn’t know anything or anyone, was yelled at by directors
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકા ચોપરાએ ભૂતકાળ ખોલ્યો, કેટલાકનો ભાંડો ફોડતા કહ્યું કે ડાયરેક્ટરો આવું વર્તન કરતાં

પ્રિયંકા ચોપરાએ ભૂતકાળ ખોલ્યો, કેટલાકનો ભાંડો ફોડતા કહ્યું કે ડાયરેક્ટરો આવું વર્તન કરતાં

 | 10:46 am IST

પ્રિયંકા ચોપરા આજે બોલિવૂડની ટોપ હીરોઈન છે. માત્ર ભારત જ નહીં પણ દુનિયાભરમાં તેની ફેન ફોલોઈંગ છે. તેણે કેટલાય ઈન્ટરનેશનલ પ્રોજેક્ટમાં કામ કર્યું છે અને લગ્ન પણ ઈન્ટરનેશનલ જ કર્યા. પ્રિયંકા પાસે આજે બધું છે, દોલત, શોહરત, નામ અને રૂતબા. પરંતુ એક એવો પણ સમય હતો કે પ્રિયંકાનો ખુબ ખરાબ સમય ચાલતો હતો અને ફિલ્મોમાંથી બહાર કાઢી નાખનામાં આવતી હતી.

હાલમાં એક ફેશન મેગેજીનને ઈન્ટરવ્યૂ આપતી વખતે પ્રિયંરાએ બધી આપવીતી સંભળાવી હતી અને પોતાના પર કેવો સમય વિત્યો હતો તેનો ચોંકાવનારો ખુલાસો કર્યો. પોતાના કરિયરનાં શરૂઆતનાં સંઘર્ષનાં દિવસો વિશે વાત કરતા પ્રિંયકા જણાવે છે કે, ન તો મને કંઈ ખબર હતી કે ના હું કોઈને ઓળખતી હતી. ફિલ્મનાં ડાયરેક્ટરો તેની ઉપર રાડો નાખતા હતા અને ગુસ્સો કરતા હતા. ક્યારેક તો ફિલ્મોમાંથી પણ કાઢી મુકતા.

દેશી ગર્લ આગળ વાત કરે છે કે આ બધું થવા છતા મને મારા પર ભરોષો હતો અને આ બધી બાબતો વચ્ચે હું મારા પર વિશ્વાસ કરવાનું શીખી. હું શીખી કે અસફળ થયા પછી તમે જે કરી શકો એ જ તમને સફળ બનાવે છે.

પ્રિયંકાએ મિસ વર્લ્ડ 2000નો ખિતાબ જીતીને પોતાની બોલિવૂડ લાઈફ શરૂ કરી હતી. તેની પહેલી ફિલ્મ ધ હીરો લવ સ્ટોરી ઓફ ધ સ્પાઈ હતી. કે જેમાં સની દેઓલ અને પ્રિતી જનતા હતી. ત્યારબાદ તો તેણે પાછુ વળીને નથી જોયું અને એક પછી એક દમદાર ફિલ્મ આપતી રહી અને હિટ થઈ ગઈ. પ્રિયંકાને સાચી પોપ્યુલારિટિ એતરાજ ફિલ્મથી મળી અને એ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ હિટ રહી.

આ વીડિયો પણ જુઓ: કરજણ નદી બે કાંઠે થતા બે કામદાર ફસાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન