Priyanka Chopra reveals Nick likes to stare at her face every morning
  • Home
  • Entertainment
  • Bollywood
  • નિક રોજ સવારમાં જે કરે એ અજીબ લાગે પણ એને ગમે એટલે ના નથી પાડતી:- પ્રિયંકા

નિક રોજ સવારમાં જે કરે એ અજીબ લાગે પણ એને ગમે એટલે ના નથી પાડતી:- પ્રિયંકા

 | 8:54 pm IST

જ્યારથી દેશી ગર્લ પ્રિયંકાએ લગ્ન કર્યા ત્યારથી જ આ કપલ કંઈને કંઈ વાતને લઈને ચર્ચામાં રહેતું હોય છે. એ જ રીતે હાલ પ્રિયંકાએ પોતાનાં બેડની વાત કરી છે કે જે ચર્ચામાં છે. પ્રિયંકા અને નિકના સંબંધો અને લગ્ન પછીની લાઇફને લઇને એક વેબસાઇટને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યુ કે, ”જ્યારે હું સવારે ઉઠું તો નિક મારૂ મોઢું જોયા કરે છે. પછી હું કહું કે એક મિનિટ ઉભો રહે, હું જરાક મસ્કરા અને મોસ્ચ્યુરાઇઝર લગાવી લઉ. મારી આંખો એ વખતે સોજેલી હોય છે પણ તેને એ બહુ ગમે છે.

આગળ વાત કરતાં પ્રિયંકા ચોપરા જણાને છે કે નિકની આ બધી આદત મને ખુબ અજીબ લાગે છે પણ તેને ગમે એટલે હું આવું કરવા દઉં છું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં પ્રિયંકા ચોપરાએ લોસ એન્જલ્સમાં બ્યૂટીકોલ ઈવેન્ટમાં હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા પર કોમેન્ટ કરનારી પાકિસ્તાની છોકરીને પણ પ્રિયંકાએ જે રીતે ઝાટકી હતી એનાં પડધા વિદેશમાં છેક પડ્યાં હતા.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ‘જય ગંગાજલ’ બાદ હવે ‘ધ સ્કાય ઇઝ પિન્ક’ નામની બોલિવૂડ ફિલ્મમાં દેખાશે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.

આ વીડિયો પણ જુઓ: રાજ્યમાં વરસાદના કારણે હજુ પણ 45 જેટલા માર્ગો બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન