Priyanka Chopra shared a 20-year-old photo, fans are happy
  • Home
  • Entertainment
  • Bollywood
  • પ્રિયંકા ચોપડાએ 20 વર્ષ જૂની તસવીર શેર કરી, પ્રશંસકો થઇ ગયા ખુશ

પ્રિયંકા ચોપડાએ 20 વર્ષ જૂની તસવીર શેર કરી, પ્રશંસકો થઇ ગયા ખુશ

 | 11:22 am IST

પ્રિયંકા ચોપડા હવે માત્ર બોલિવૂડ જ નહી પરંતુ હોલિવૂડની પણ એક મોટી સેલિબ્રિટી છે. તેણે પોતાની જાતે મહેનત કરીને એ સ્થાન પ્રાપ્ત કર્યું છે જે સપનું દુનિયાની કોઇ પણ છોકરી જોતી હશે. હાલમાં સમગ્ર દુનિયામાં પ્રિયંકાની ફેન ફોલોવિંગ છે. મિસ વર્લ્ડ બન્યા બાદ પોતાનો આ સફર યાદ કરતા પોતાની એક 20 વર્ષ જૂની તસવીર શેર કરી છે અને તેનો લોકો ખુબ પસંદ પણ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેનાર પ્રિયંકાએ પોતાની એક તસવીર ટ્વીટર પર શેર કરી છે. આ તસવીર ત્યારની છે જ્યારે પ્રિયંકા મિસ વર્લ્ડ બની હતી. વર્ષ 2000માં પ્રિયંકાએ મિસ વર્લ્ડનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ તસવીરને શેર કરતા પ્રિયંકાએ લખ્યું,’18 વર્ષની ઉંમરમાં મિસ વર્લ્ડ… દાયકાનો એક ઘુમાવદાર વર્ષ 2000. વાહ, એવું લાગે છે કે જેમ કાલની જ વાત હોય. હવે લગભગ 20 વર્ષ બાદ, વસ્તુઓને બદલવાનો મારો ઉત્સાહ મજબૂત છે.’

પ્રિયંકાએ પોતાની ટ્વીટના રિપ્લાઇમાં એક કોમેન્ટ પણ લખી. તેણે કહ્યું,’મારો સંપૂર્ણ વિશ્વાસ છે કે, છોકરીઓમાં કોઇ પણ બદલાવ લાવવાની શક્તિ છે જો તેમને તક મળે જેની તેઓ હકદાર છે.’

વર્ક ફ્રંટની વાત કરીએ તો પ્રિયંકા ચોપડા પ્રથમવાર ફિલ્મ ‘ધ સ્કાઇ ઇઝ પિંક’માં ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સાથે નજર આવી હતી. ફિલ્મમાં પ્રિયંકાના પરફોર્મંશના તો ખુબ વખાણ થયા હતા પરંતુ આ ફિલ્મ દર્શકોના માપદંડ પર ખરી ઉતરી શકી નહી. હવે પ્રિયંકાના ફેન્સ તેની આગામી ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન