priyanka chopra slapped by a monkey in her childhood days
  • Home
  • Entertainment
  • Bollywood
  • ક્યારની બક બક કરતી હતી પ્રિયંકા, વાંદરીએ ઝાડ પરથી ઉતરી એક લાફો ઝીંકી દીધો

ક્યારની બક બક કરતી હતી પ્રિયંકા, વાંદરીએ ઝાડ પરથી ઉતરી એક લાફો ઝીંકી દીધો

 | 5:06 pm IST

આમ તો સામાન્ય માણસ હોય કે પછી મોટા સેલેબ્સ બધાએ કંઈક અને કંઈક તો ન કરવાનાં કામો કર્યાં જ હોય છે અને એની પણ એક મજા છે. બોલિવૂડ સ્ટાર્સ પોતાની સાથે બનેલી નાનપણની ઘટનાઓ ઘણી વાર જનતાની વચ્ચે કહેતા જોવા મળે છે. તો એવી જ રીતે પ્રિયંકાએ પોતાના જીવનની એક ચટપટી વાત જણાવી છે કે જેને સાંભળીને તમે હસવાનું રોકી નહીં શકો.

દેશી ગર્લ પ્રિયંકાએ એવું જણાવ્યું હતું કે, એક માદા વાંદરાએ તેને થપ્પડ મારી દીધી હતી. આ કિસ્સા સંભળવતા પ્રિયંકા કહે છે કે લખનઉમાં જ્યારે તે ત્રીજા ધોરણમાં ભણતી હતી અને સ્કૂલ પાસે એક ઝાડ હતું. આ ઝાડ પર હંમેશા વાંદરાઓનું ટોળું આવતું. તો એક વાંદરી ઝાડ પર બેસીને પોતાના શરીર પર ખંજવાળતી હતી અને પ્રિયંકાને થયું કે મોકાનો લાભ લઈને મજાક કરી લઈએ.

પ્રિંયકા આગળ જણાવે છે કે, હું ઊભી થઈને તેના પર જોર જોરથી હસવા લાગી. હું હસતાં હસતાં બરાડા પાડવા લાગી અને એ વાંદરી વિશે મનફાવે એમ બોલવા લાગી. તો તે વાંદરી નીચે આવી અને મને એક જોરદાર લાફો ઝીંકી દીધો. ત્યારબાદ પાછી ઉપર જતી રહી.

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ફિલ્મ ધ સ્કાઈ ઈઝ પિંકથી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ લીડ રોલમાં જોવા મળશે. પ્રિયંકાની આ મુવી ઓક્ટોબરમાં રિલીઝ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન