priyanka chopra to these actress has undergone plastic surgery
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: પ્લાસ્ટિક સર્જરી કરાવી ચુકી છે આ અભિનેત્રીઓ, કોઇની કિસ્મત બદલાઈ તો કોઇને પડી મુશ્કેલી

Photos: પ્લાસ્ટિક સર્જરી કરાવી ચુકી છે આ અભિનેત્રીઓ, કોઇની કિસ્મત બદલાઈ તો કોઇને પડી મુશ્કેલી

 | 11:29 am IST
  • Share

એકવાર ‘કોફી વિથ કરણ’માં અનુષ્કા શર્માએ રબ ને બના દી જોડીના શૂટિંગ દરમિયાન તેની સાથે થયેલી એક વાત અંગે કહ્યુ હતુ અનુષ્કાએ કહ્યુ કે સેટ પર આદિત્ય ચોપડાએ કહ્યુ હતુ કે તુ બહુ દેખાવડી નથી તારે એક્ટીંગ પર વધારે ધ્યાન આપવુ. વિચારો ત્યારે અનુષ્કા પર શું વિત્યુ હશે. ત્યાર બાદ અનુષ્કા શર્મા પર સતત આરોપ લાગ્યા છે કે અનુષ્કાએ પ્લાસ્ટીક સર્જરી કરાવી છે જો કે અભિનેત્રી તેને મેકઅપની કમાલ કહે છે અને કહે છે કે તેણે કોઇ સર્જરી કરાવી નથી.

આયેશા ટોકિયા
સલમાન ખાન સાથે ચમકેલી આ અભિનેત્રી સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીના પુત્ર ફરહાન આઝમી સાથે લગ્ન કરી લીધા છે ત્યારબાદ આ અભિનેત્રીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી છે જો કે આયેશાએ સર્જરી કરાવી છે જો કે તે સારી દેખાવાના બદલે વધારે ખરાબ દેખાઇ રહી છે.

મૌની રોય
ટીવી ક્ષેત્રે નામના મેળવ્યા બાદ ફિલ્મોમાં આવનારી આ ખુબસુરત અભિનેત્રીએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. જો કે આ અભિનેત્રીએ ક્યારેય સ્વીકાર કર્યો નથી કે તેણે પ્લાસ્ટીક સર્જરી કરાવી છે.

પ્રિયંકા ચોપડા
બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પણ પ્લાસ્ટિક સર્જરી કરાવી છે. 2000માં મિસ વર્લ્ડ બન્યા બાદ પ્રોડ્યુસર વિજય ગલાણીએ બોબી દેઓલને સાઈન કર્યો હતો આ તેની પહેલી ફિલ્મ હતી. પ્રિયંકાએ ફિલ્મોમાં કામ મેળવવા અને ટકી રહેવા પ્લાસ્ટિક સર્જરી કરાવી.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીએ લંડનમાં ‘બિગ બ્રધર’ શો જીતી લીધો હતો, ત્યારે તેના બધા ઇન્ટરવ્યુ થયા હતા. એક વિદેશી ચેનલે તેમના પર એક ડોક્યુમેન્ટરી બનાવી. તે ડોક્યુમેન્ટ્રીમાં શિલ્પા શેટ્ટીએ ખુલાસો કર્યો હતો કે તેણે નાકની પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન