priyanka chopra wears giraffe print dress cost four lakh rupees
  • Home
  • Featured
  • PHOTOS: પ્રિયંકાના આ નાનકડાં ડ્રેસની કિંમત જાણો છો? હજાર નહીં લાખોમાં જ વાત કરવી

PHOTOS: પ્રિયંકાના આ નાનકડાં ડ્રેસની કિંમત જાણો છો? હજાર નહીં લાખોમાં જ વાત કરવી

 | 7:41 am IST

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોતાની શાનદાર એક્ટિંગ માટે તો ચર્ચામાં રહે જ છે. પરંતુ કપડાંની બાબતે પણ તે ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક ટૂંકા કપડા તો ક્યારેક મોંઘા કપડાના કારણે લોકોની વચ્ચે તે વાત કરવાનું કારણ બનતી રહે છે. કેટલાક સમય પહેલા ગ્રેમી એવોર્ડમાં તેણે જે અંગ પ્રદર્શન કર્યું હતું એ પણ આખા ગામમાં શરમની વાત બની હતી. હવે તે મોંઘા કપડાં પહેરવાના કારણે ચર્ચાઈ રહી છે. આ વખતે ઝિરાફ દોરેલો એક શોર્ટ ડ્રેસ પહેરીને તે જોવા મળી હતી.

પ્રિંયકાએ બ્રાન્ડની ડ્રેસ અને બેલ્ટ પહેર્યા હતા. આ ડ્રેસની કિંમત 3200 પાઉન્ડ છે. ભારતના રૂપિયામાં વાત કરીએ તો 2,95,046 રૂપિયા થાય. તેમજ પ્રિયંકાના બેલ્ટની કિંમત 2150 બ્રિટિશ પાઉન્ડ છે. ભારત પ્રમાણે 1,98,086 રૂપિયા થાય. તો બધાની કિંમત જોડી દઈએ તો કુલ 4,93,132 રૂપિયા થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન