Priyanka Chopra's Sister In Law Sophie Turner Has Worked In Game of Thrones
  • Home
  • Featured
  • Photos: આ છે પ્રિયંકા ચોપરાની જેઠાણી, ‘ગેમ ઑફ થ્રોન્સ’માં પણ કરી ચુકી છે કામ

Photos: આ છે પ્રિયંકા ચોપરાની જેઠાણી, ‘ગેમ ઑફ થ્રોન્સ’માં પણ કરી ચુકી છે કામ

 | 1:21 pm IST

પ્રિયંકા ચોપરાનાં લગ્ન અમેરિકન સિંગર નિક જોનસ સાથે 2 ડિસેમ્બરનાં રોજ થવા જઈ રહ્યા છે. દેશી ગર્લનાં લગ્નમાં ઘણા વિદેશી મહેમાન જોધપુર પહોંચ્યા છે, પરંતુ સૌથી વધારે જે મહેમાનની ચર્ચા છે તે છે સૉફી ટર્નર. હૉલીવુડ સ્ટાર સોફી ટર્નરે HBOની સીરીઝ ‘ગેમ ઑફ થ્રોન્સ’માં સાંસાનાં પાત્ર નિભાવ્યું હતુ. આ રૉલ માટે સોફીને તેના ડ્રામા ટીચરે પ્રેરિત કરી હતી. સોફી નિક જોનસની ફેમિલી મેમ્બર છે. તેની સગાઈ નિકનાં મોટાભાઈ જૉ જોનસ સાથે થઈ છે. જૉ જોનસ પોતાના પૉપ રૉક બેન્ડ ‘જૉનસ બ્રધર્સ’ માટે ઘણો જ જાણીતો છે.

22 વર્ષની સોફી 2016થી જૉ જોનસને ડેટ કરી રહી છે. સોફી અને જૉ જોનસે ગયા વર્ષે સગાઈ કરી હતી. આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે સોફીએ એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું હતુ, ‘I Said Yes.’ સોફી ટર્નર પ્રિયંકાની જેઠાણી છે, પરંતુ બંનેની ઉંમરમાં 14 વર્ષનું અંતર છે. સોફીએ પોતાના કેરિયરની શરૂઆત ટેલીવિઝન ફિલ્મ ‘ધ થર્ટીન ટેલ’ દ્વારા 2013માં કરી હતી. 2019માં તે ‘ડાર્ક ફૉનિક્સ’ ફિલ્મમાં જોવા મળશે.

સોફીએ પોતાની એક્ટિંગને લઇને ઘણા એવોર્ડ્સ પણ જીત્યા છે. આમાં ‘ગેમ ઑફ થ્રોન્સ’ માટે Empire Hero Award, EWwy Award, Glamour Awards, Venice International Film Festival જીત્યા છે.