Priyanka Gandhi accuses Smriti Irani of distributing Shoes
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : ગુસ્સામાં લાલઘુમ પ્રિયંકા ગાંધીએ સ્મૃતિને લઈને કહ્યું કે…

Video : ગુસ્સામાં લાલઘુમ પ્રિયંકા ગાંધીએ સ્મૃતિને લઈને કહ્યું કે…

 | 8:06 pm IST

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગઈ કાલે સોમવારે અમેઠી મતવિસ્તારમાં પહોંચ્યા હતાં. અહીં તેઓ એકમદ ગુસ્સામાં નજરે પડતા હતાં. અહીં તેમણે સ્મૃતિ ઈરાની પર પ્રહાર કર્યા હતાં અને ભાવનાત્મક અપીલ કરી હતી. અહીં તેમને ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઈરાની પર પ્રહારો કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નીચું દેખાડવા માટે અહીંના લોકોને પગરખાં વહેચ્યા. આમ કરીને સ્મૃતિ ઈરાનીએ અમેઠીના લોકોનું અપમાન કર્યું છે.

પ્રિયંકાએ ફુરસતગંજ પર આયોજીત નુક્કડ સભામાં કહ્યુ હતું કે, સ્મૃતિ ઈરાની લોકો સમક્ષ ખોટું બોલી રહ્યાં છે કે, રાહુલ ગાંધી અમેઠી આવતા જ નથી. અહીંના લોકોને સાચી હકીકત ખબર જ છે. લોકો એ પણ સારી રીતે જાણે છે કે કોના દિલમાં અમેઠી છે અને કોના દિલમાં નહીં. ચૂંટણીમાં આજકાલ બહારથી બહુ બધા લોકો આવી રહ્યાં છે. અહીં આવીને સ્મૃતિ ઈરાની લોકોને પગરખા વહેંચે છે. તેઓ કહે છે કે અમેઠીના લોકો પાસે પગરખા પણ નથી. તે આમ કરીને રાહુલ ગાંધીનું અપમાન કરે છે. હકીકતમાં તો તે અમેઠીનું પણ અપમાન કરે છે. પણ અમેઠી અને રાયબરેલીના લોકો કોઈની પાસે ભીખ નથી માંગતી. આમ કહેતી વખતે તેઓ ભારોભાર ગુસ્સામાં જણાઈ આવતુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન