Priyanka Gandhi appealed to Uttar Pradesh Chief Minister Yogi Adityanath
  • Home
  • Featured
  • પ્રિયંકા ગાંધીએ CM યોગીને કરી અપીલ, તેમની સામે કાર્યવાહી ન કરો

પ્રિયંકા ગાંધીએ CM યોગીને કરી અપીલ, તેમની સામે કાર્યવાહી ન કરો

 | 9:56 pm IST
  • Share

  • પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા
  • કોંગ્રેસના વિરોધ બાદ 4 વ્યક્તિને આગરા જવાની મંજૂરી મળી હતી
  • પ્રિયંકા ગાંધીની કસ્ટડી વખતે મહિલા પોલીસકર્મીઓએ સેલ્ફી લીધી

કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અપીલ કરી છે કે તે મહિલા પોલીસકર્મીઓ સામે કોઈ કાર્યવાહી ન કરે જેમણે તેની સાથે ફોટા પાડ્યા છે. આ સાથે પ્રિયંકાએ કહ્યું છે કે જો મારી સાથે ફોટોગ્રાફ લેવો ગુનો છે તો મને તેની સજા થવી જોઈએ.

તમને જણાવી દઈએ કે, મંગળવારે પોલીસ કસ્ટડી દરમિયાન કેટલીક મહિલા પોલીસકર્મીઓએ પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે સેલ્ફી લીધી અને તસવીરો ખેંચાવી. પ્રિયંકા ગાંધી જ્યારે આગ્રામાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા વ્યક્તિના પરિવારને મળવા જઈ રહ્યા હતા ત્યારે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. રિપોર્ટ અનુસાર, મહિલા પોલીસકર્મીઓ સાથે પ્રિયંકા ગાંધીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી. આ પછી, લખનૌ પોલીસ કમિશનરે મહિલા પોલીસકર્મીઓ વિરુદ્ધના મામલાની તપાસના આદેશ આપ્યા છે.

તો મને તેની સજા થવી જોઈએ

આ સમાચાર સામે આવ્યા બાદ પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને કહ્યું કે, સમાચાર આવી રહ્યા છે કે સીએમ યોગી આ તસવીરથી એટલા પરેશાન થઈ ગયા છે કે તેઓ આ મહિલા પોલીસકર્મીઓ સામે પગલાં લેવા માંગે છે. જો મારી સાથે તસવીર લેવી ગુનો છે, તો મને તેની સજા થવી જોઈએ. આ મહેનતુ અને વફાદાર પોલીસકર્મીઓની કારકિર્દી બગાડવી સરકારને શોભા નથી દેતુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો