Priyanka Gandhi in Sitamadhi Vindhyavasini Devi Temple, Har Har Modi Chants
  • Home
  • Election 2019
  • વિંધ્યવાસિની મંદિરમાં પ્રિયંકા ગાંધી ભોંઠા પડ્યાં, લોકોએ લગાવ્યા ‘હર હર મોદી’ના નારા

વિંધ્યવાસિની મંદિરમાં પ્રિયંકા ગાંધી ભોંઠા પડ્યાં, લોકોએ લગાવ્યા ‘હર હર મોદી’ના નારા

 | 4:31 pm IST

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતાના પૂર્વાંચલ પ્રવાસના બીજા દિવસે મિર્ઝાપુરના વિંધ્યવાસિની મંદિર પહોચ્યા હતાં. અહીં પ્રિયંકા ગાંધીએ પુજા-અર્ચના કરી હતી અને સ્થાનિક નિવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી. પરંતુ જ્યારે પ્રિયંકા ગાંધી મંદિરમાં પુજા કરી રહ્યાં હતાં ત્યારે તેમને ભોંઠા પડવાનો વારો આવ્યો હતો.

પ્રિયંકા ગાંધી મંદિરમાં પુજા કરી રહ્યાં હતાં બરાબર તે દરમિયાન જ મંદિરની બહાર કેટલાક લોકો ‘હર હર મોદી’ના નારા લગાવી રહ્યાં હતાં. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો.

આજે પ્રિયંકા ગાંધીએ પોતાના પ્રવાસની શરૂઆત સીતામઢી મંદિરમાં પૂજા સાથે કરી હતી. ત્યાર બાદ તે વિંધ્યવાસિની મંદિર પહોંચ્યા હતાં. અહીં તેમણે પૂજા અર્ચના કરી હતી. પ્રિયંકાએ આ મંદિરની વિઝીટર બુકમાં ‘જય માતા દી’ પણ લખ્યું હતું.

આ દરમિયાન તેમણે અનેક લોકો સાથે મુલાકાત કરી, તેમની વાતો સાંભળી હતી. પ્રિયંકાએ વણકરો, શિક્ષામિત્રોના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને તેમની સમસ્યાઓની જાણકારી મેળવી હતી.

પોતાના આ પ્રવાસ દરમિયાન પ્રિયંકા ગાંધી ભારતીય જનતા પાર્ટી પણ પ્રહારો કર્યા હતાં. તેમણે લોકોને સવાલ કર્યો હતો કે, છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકારે શું કર્યું છે, તેણે કઈં જ નથી કર્યું. હવે 70 વર્ષનું રટણ પર એક્સપાયરી ડેટ બની ગયું છે.

જોકે એક તરફ પ્રિયંકા ગાંધી મંદિરમાં પુજા અર્ચના કરી રહ્યાં હતાં તો બીજી બાજુ મંદિરમાં લોકોએ ‘હર હર મોદી’ અને ‘પ્રિયંકા ગાંધી’ મુર્દાબાદના ના નારા લગાવ્યા હતાં. આમ મંદિરમાં પુજા કરવા જતા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી રીતસરના ભોંઠા પડ્યાં હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન