Priyanka Gandhi Magic fail, congress Lose 9% seats where har Campaign
  • Home
  • Election 2019
  • પ્રિયંકા કોંગ્રેસ માટે બુંદિયાળ સાબિત થયા, મોટા ભાગના ઉમેદવારોએ રોવાનો વારો આવ્યો

પ્રિયંકા કોંગ્રેસ માટે બુંદિયાળ સાબિત થયા, મોટા ભાગના ઉમેદવારોએ રોવાનો વારો આવ્યો

 | 11:31 pm IST

લોકસભાની ચૂંટણી અનેક મુદ્દે ઐતિહાસિક સાબિત થઈ છે અને મોદી લહેરમાં ભલભલા નેતાઓ ફેંકાઈ ગયા છે. છેક છેલ્લી ઘડીએ રાજકારણમાં એન્ટ્રી લેનારાં ગાંધી-નહેરુ પરિવારનાં સૌથી નવાં મેમ્બર પ્રિયંકા ગાંધીનો લાભ પણ કોંગ્રેસને થયો નથી અને તેમણે જ્યાં પ્રચાર કર્યો એમાંથી 97 ટકા બેઠકો કોંગ્રેસ હારી ગઈ છે. પ્રિયંકાને ઉત્તર પ્રદેશના પૂર્વાંચલની જવાબદારી આપીને કોંગ્રેસનાં મહાસચિવ બનાવવામાં આવ્યાં હતાં. તેમણે ચૂંટણીના ત્રણ મહિના પહેલાં મોરચો સંભાળ્યો હતો. તેમણે કુલ 38 રેલી કરી જેમાંથી ૨૬ રેલી માત્ર ઉત્તર પ્રદેશમાં હતી. આ સિવાય તેમણે મધ્ય પ્રદેશ, દિલ્હી, ઝારખંડ અને હરિયાણામાં પણ કોંગ્રેસના ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો.

ઉત્તર પ્રદેશમાં ત્રિકોણીય મુકાબલો હતો. ભાજપે પણ સ્થાનિક પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું હતું જ્યારે સામા પક્ષે સપા-બસપા-આરએલડીનું ગઠબંધન હતું. આમાં પ્રિયંકા ગાંધી સામે કોંગ્રેસનો ખોવાયેલો જનાધાર મેળવવાનો પડકાર હતો. કેટલાક લોકો પ્રિયંકાની એન્ટ્રીને કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક ગણાવતા હતા, જ્યારે કેટલાકે કહ્યું હતું કે આ ઉતાવળે લેવામાં આવેલો નિર્ણય છે.

ઉત્તર પ્રદેશ ભારતીય રાજકારણના કેન્દ્રમાં રહે છે. દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશમાંથી જાય છે. ૫૪૩ બેઠકોમાંથી 80 બેઠકો એકલા ઉત્તર પ્રદેશની છે. પૂર્વાંચલમાં 41 બેઠકો છે જેમાંથી અમેઠી, વારાણસી, રાયબરેલી, ગોરખપુર જેવી વીઆઈપી બેઠકો પણ છે.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પરફોર્મન્સ છે. તેણે પરંપરાગત અમેઠીની બેઠક પણ ગુમાવી છે. સોનિયા ગાંધીની જીત એક માત્ર આશ્વાસન છે. નહેરુ ગાંધી પરિવાર માટે ઉત્તર પ્રદેશ સાથેનો સૌથી મજબૂત સંબંધ છે પણ ભાજપ કોંગ્રેસના આ ગઢને તોડવામાં 2014 બાદ બીજી વાર સફળ રહી છે. મુસ્લિમ અને યાદવ મતદારોએ મહાગઠબંધનને સમર્થન આપ્યું હોવાનું દેખાય છે. બીજી તરફ જાટ, બીન દલિત અને સવર્ણ મત એનડીએને મળ્યા છે. આમ કોંગ્રેસ ઉત્તર પ્રદેશમાં મતદારો પર પ્રભાવ પાડવામાં નિષ્ફળ રહી છે.

સિંધિયાનો પણ પરાજય

જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. ત્યાં પણ તેમને સફળતા મળી નથી. તેઓ ખુદ મધ્ય પ્રદેશમાં સિંધિયા પરિવારની પારંપારિક ગુના બેઠક પર ચૂંટણી લડી રહ્યા હતા અને ત્યાં પણ તેમનો પરાજય થયો છે.

જુઓ આ વીડિયો પણ

સુરત કોમ્પલેક્ષમાં આગ બાબતે મજુરાના MLA હર્ષ સંઘવીનું નિવેદન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન