#PriyankaGandhi Mega Show: Gandhi's Message To Lucknow
  • Home
  • Featured
  • રાજકારણમાં ફૂલટાઇમ Entry: આજે UPની મુલાકાત પહેલાં પ્રિયંકાએ ઑડિયો રજૂ કરી કહ્યું- હું આવી રહી છું…

રાજકારણમાં ફૂલટાઇમ Entry: આજે UPની મુલાકાત પહેલાં પ્રિયંકાએ ઑડિયો રજૂ કરી કહ્યું- હું આવી રહી છું…

 | 8:08 am IST

કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રાની રાજકારણમાં એન્ટ્રીનો મંચ સજી ગયો છે. કોંગ્રેસ કાર્યકર્તા ઉત્સાહમાં છે. એરપોર્ટથી પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય સુધી ઠેર-ઠેર સ્વાગત માટે નેતાઓને જવાબદારી સોંપાઇ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે કહ્યું કે આ કોંગ્રેસના રાજકારણના ઇતિહાસનો સ્વર્ણિમ દિવસ હશે. જો કે પ્રિયંકા ગાંધી વાડ્રાની રાહમાં પડકારો ઓછા નથી. રાજ્યમાં ખરાબ સમયમાંથી પસાર થઇ રહેલ કોંગ્રેસના ચમત્કારિક પ્રદર્શનની ડગર એટલી સરળ નથી.

પ્રિયંકા ગાંધી વાડ્રા માટે સૌથી મોટો પડકાર અહીંના સંગઠનને ફરીથી ઉભું કરવાનું હશે. હવે જ્યારે ચૂંટણીઓ નજીક છે એવામાં આ બિલકુલ સરળ દેખાતું નથી. પાર્ટી અત્યારે એવા સમયમાંથી પસાર થઇ રહી છે જ્યાં દરેક લોકસભા સીટ પર તેમની પાસે મજબૂત ઉમેદવાર પણ નથી.

નમસ્કાર! હું પ્રિયંકા બોલી રહી છું…
રવિવારે સાંજે પ્રિયંકા ગાંધી અને જ્યાતોરાદિત્ય સિંધિયાની એક ઑડિયો વાયરલ થવા લાગી છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર તે સંભળાવા લાગ્યો. તેમાં પ્રિયંકા ગાંધી એ કહે છે કે નમસ્કાર, હું પ્રિયંકા ગાંધી વાડ્રા બોલી રહી છું. આવતીકાલે તમને બધાને મળવા લખનઉ આવી રહી છું. મારા દિલમાં આશા છે કે આપણે બધા મળીને એક નવી રાજનીતિની શરૂઆત કરીશું, એવી રાજનીતિ જેમાં તમે બધા ભાગીદાર હશો. મારા યુવા દોસ્ત, મારી બહેનો, અને સૌથી નબળા વ્યક્તિ સૌનો અવાજ સંભળાશે. આવો મારી સાથે મળી એક નવું ભવિષ્ય, એક નવી રાજનીતિનું નિર્માણ કરીએ.

ઠેરઠેર સ્વાગત કાર્યક્રમ
એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય સુધી પહોંચવા સુધીમાં 100 થી વધુ સ્વાગત સ્થળ ચિહ્નિત કર્યા છે. કાનપુર, ઉન્નાવ, સીતાપુર, લખીમપુર, અમેઠી, રાયબરેલી, ફૈજાબાદ વગેરે જિલ્લાઓમાંથી કાર્યકર્તાઓ સ્વાગત માટે પહોંચશે. આ સિવાય ઉત્તરાખંડથી એક ખાસ વિશેષ દળ ત્રણ નેતાઓના સ્વાગત માટે પહોંચી ગયું છે. આખા શહેરમાં પોસ્ટર, બેનર, હોર્ડિંગ્સ સ્વાગત માટે લગાવાયા છે.

ગ્રાઉન્ડ ઝીરોની હકીકત જાણશે પ્રિયંકા
પ્રિયંકા અને જ્યોતિરાદિત્ય 14મી સુધી પોત-પોતાના પ્રભારવાળા લોકસભા ક્ષેત્રના સંગઠન અને વરિષ્ઠ નેતાઓ સાથે એક-એક કરીને મુલાકાત કરશે. ત્યારબાદ બંને નેતા 18 થી 21 સુધી ગ્રાઉન્ડ ઝીરોથી બેઠકના દાવાની હકીકત પારખશે.