Priyanka Gandhi vadra Detained In Uttar Pradesh
  • Home
  • Featured
  • આગ્રા જતાં પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશ પોલીસે અટકાયત કરી

આગ્રા જતાં પ્રિયંકા ગાંધીની ઉત્તર પ્રદેશ પોલીસે અટકાયત કરી

 | 4:50 pm IST
  • Share

  • પોલીસ કસ્ટડીમાં સફાઈ કર્મચારીનું મોત
  • કસ્ટોડિયલ ડેથથી ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું
  • પીડિતના પરિવારને મળવા જતા હતા પ્રિયંકા ગાંધી
  • કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે માથાકૂટ

 

 

આગ્રાના જગદીશપુરામાં 25 લાખ રૂપિયાની ચોરીની આશંકામાં પકડવામાં આવેલા સફાઈ કર્મચારી અરુણકુમારનું પોલીસ કસ્ટડીમાં મોત થયા બાદ ઉત્તર પ્રદેશનું રાજકારણ ફરીથી એક વખત ગરમાયું છે. પોલીસે પીડિત પરિવારને મળવા જઈ રહેલા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને આગ્રા-લખનઉ હાઈવે પર અટકાવી દીધા હતા. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી છે.

પોતાના નેતાને આમ અટકાયત થતાં કોંગ્રેસનો ઉત્તર પ્રદેશની યોગી સરકાર રોષ ભભૂકી ઉઠ્યો છે. બીજી તરફ પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તે પીડિત પરિવારને મળવા માટે આગ્રા જરૂર જશે.

કોંગ્રેસ નેતા પ્રમોદ કૃષ્ણે જણાવ્યું કે, “આ યોગી સરકારની તાનાશાહી છે. ઉપરથી દબાણ હોવાના કારણે પોલીસ પ્રિયંગા ગાંધીને પીડિત પરિવારને મળવા જતા રોકી રહી છે. યોગી સરકારને પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસથી ડર લાગી રહ્યો છે, પરંતુ કોંગ્રેસ કોઈના રોકવાથી નહીં રોકાય.

પ્રિયંકા ગાંધીને પોલીસે કલમ 144ના આધારે અકટાવ્યા છે. પ્રિયંકાને અટકાવ્યા બાદ કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જગદીશપુરા પોલીસ સ્ટેશનના માલખાનાથી 25 લાખ રૂપિયાની ચોરીની આશંકામાં પોલીસે સફાઈ કર્મચારી અરૂણની અટકાયત કરી હતી. મંગળવારે રાત્રે અરુણનું પોલીસ કસ્ટડીમાં મોત નીપજ્યું હતું. જે બાદ સર્જાયેલી તનાવપૂર્ણ સ્થિતિને જોતા પોલીસ સ્ટેશનને લશ્કરી છાવણીમાં ફેરવી દેવાયું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો