Congress Leader Priyanka Gandhi Jumps Barricade to meet People
  • Home
  • Videos
  • Featured Videos
  • સમર્થકોને મળવા પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યું જબરુ રિસ્ક, લગાવ્યો કુદકો, જુઓ Video

સમર્થકોને મળવા પ્રિયંકા ગાંધીએ ઉઠાવ્યું જબરુ રિસ્ક, લગાવ્યો કુદકો, જુઓ Video

 | 8:43 pm IST

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા મધ્યપ્રદેશના પ્રવાસે હતા. અહીં તેમણે રતલામ, ઉજ્જૈન અને ઈન્દોરમાં ચૂંટણી રેલીઓ સંબોધી હતી. પ્રિયંકા ગાંધીના સ્વાગત માટે ઈન્દોર, રતલામ અને ઉજ્જૈન સહિત અનેક સ્થળોએ સુરક્ષાની પુરતી વ્યવસ્થા કરાઈ હતી. ઠેર-ઠેર બેરિકેડ્સ લગાવાયા હતા. જોકે, આ દરમિયાન પ્રિયંકાનું એક અલગ જ સ્વરૂપ જોવા મળ્યું. પ્રિયંકા ગાંધી મધ્યપ્રદેશના રતલામમાં પાર્ટીના પ્રચાર માટે ગયા હતા, અહીં તેમને એક ઝલક જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જનતાનો આટલો બધો પ્રેમ જોઈને પ્રિયંકા ગાંધી અચાનક જ તેમને મળવા માટે સાડા ત્રણ ફૂટ ઊંચા બેરિકેડ્ પર ચઢીને બીજી તરફ કૂદકો મારી સીધા જ પ્રજાની વચ્ચે પહોંચી ગયા હતા.

સોશિયલ મીડિયામાં પ્રિયંકાનો આ વીડિયો જોરદાર વાયરલ થયો છે. જે રીતે તેઓ બેરિકેડ્સ કૂદીને બીજી તરફ પ્રજાની વચ્ચે પહોંચ્યા હતા, તેને કારણે દરેક લોકો તેમના આ ઉત્સાહના વખાણ કરી રહ્યા છે. જોકે, કેટલાક ટ્રોલર્સ તેમનો મજાક પણ ઉડાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન