Priyanka Gandhi Vadra Now On Twitter
  • Home
  • Featured
  • Twitter પર આવતા જ પ્રિયંકા ગાંધીની ધૂમ, મિનિટોમાં જ હજારો Followers

Twitter પર આવતા જ પ્રિયંકા ગાંધીની ધૂમ, મિનિટોમાં જ હજારો Followers

 | 1:34 pm IST

કોંગ્રેસ મહાસચિવનું પદ સંભાળ્યા બાદ હવે પ્રિયંકા ગાંધી વાડ્રા ટ્વિટર પર આવી ગયા છે. પ્રિયંકાના ટ્વિટર પર આવવાની માહિતી કોંગ્રેસના એકાઉન્ટ પરથી રજૂ કરવામાં આવી. પ્રિયંકા ભાઇ રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્યા સિંધિયાની સાથે પદ સંભાળ્યા બાદ પહેલી વખત યુપીમાં રોડ શો શરૂ કર્યો છે. ટ્વિટર પર એક પણ ટ્વીટ કર્યા વગર તેમનું એકાઉન્ટ વેરિફાઇડ છે અને તેમના ફોલોઅર્સ પણ થોડીક જ મિનિટમાં 28000 થઇ ગયા હતા.

પ્રિયંકા ગાંધી વાડ્રા પોતાના એકાઉન્ટસ કોંગ્રેસ, એહમદ પટેલ, રણદીપ સિંહ સુરજેવાલા, જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ફૉલો કરી રહ્યા છે. આ સિવાય પ્રિયંકા ગાંધી સચિન પાયલટ અને અશોક ગેહલોતને ફૉલો કરી રહ્યાં છે.

પ્રિયંકા અત્યાર સુધી સક્રિય રાજનીતિ અને સોશિયલ મીડિયાથી દૂર હતા. જો કે મહાસચિવની સાથે થોડાંક દિવસ પહેલાં જ તેમણે પૂર્વ યુપીના પ્રભારી પણ બનાવ્યા છે. હવે રાજકારણમાં આ એન્ટ્રીની સાથે સોશિયલ મીડિયા પર પણ તેની એન્ટ્રી થઇ ગઇ છે. છેલ્લાં કેટલાંક સમયમાં ટ્વિટર પર રાહુલ ગાંધીની સક્રિયતા વધી ગઇ છે અને કહેવાય છે કે પ્રિયંકા પણ ટ્વિટર પર મોદી સરકારની મુખરતાથી આલોચના કરશે.

યુપીના લખનઉમાં રોડ શોની સાથે પ્રિયંકા કાર્યકર્તાઓને પણ મળશે. આવનારા એક મહિના સુધી તે રાજ્યના અલગ-અલગ ભાગની મુલાકાત કરીને સ્થિતિ જાણશે. પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રીના લીધે યુપીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ખૂબ જ ઉત્સાહ છે. તેમના રોડ શો માટે જોરદાર તૈયારીઓ કરાઇ હતી.

રાહુલ ગાંધીને કરે છે પ્રિયંકા ફૉલો

એરપોર્ટથી કોંગ્રેસ કાર્યાલય સુધી લગભગ 17 કિલોમીટર સુધી રોડ શો શરૂ થઇ ગયો છે. પ્રિયંકાના રોડ શો ને લઇ કોંગ્રેસીઓ સહિત લખનઉના સ્થાનિક લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. લખનઉના પોસ્ટરો અને હોર્ડિંગ્સ છે. જેમાં પ્રિયંકાનો દુર્ગા અવતાર જોવા મળી રહ્યો છે. જ્યારે રોડ શો માટે એક ખાસ બસને પણ તૈયાર કરાઇ છે જેને કોંગ્રેસ માટે લકી કહેવાય છે.