Priyanka Gandhir First Reaction On Removal Of Article 370
  • Home
  • Featured
  • ભાઈ રાહુલ ગાંધીનાં રસ્તે ચાલી બહેન પ્રિયંકા, જમ્મુ-કાશ્મીરને લઇને આપ્યું આવું નિવેદન

ભાઈ રાહુલ ગાંધીનાં રસ્તે ચાલી બહેન પ્રિયંકા, જમ્મુ-કાશ્મીરને લઇને આપ્યું આવું નિવેદન

 | 6:09 pm IST

જમ્મુ-કાશ્મીરથી કલમ-370ને હટાવવાને કૉંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગેરબંધારણીય ગણાવ્યો છે. કાશ્મીર મામલે પ્રિયંકા ગાંધીનું આ પહેલું નિવેદન છે. આ પહેલા કૉંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, કેન્દ્ર સરકારે જે નિર્ણય લીધો છે, તે સંવિધાનનું ઉલ્લંઘન છે અને આ નિર્ણયથી રાષ્ટ્રિય સુરક્ષાને ખતરો થઇ શકે છે.

આ પહેલા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને ઈદ-ઉલ-અજહાની શુભકામનાઓ આપી હતી. પ્રિયંકાએ ટ્વિટ કર્યું હતુ કે, ‘ઈદ મુબારક! ખાસ રીતે કાશ્મીરની મારી બહેનો અને ભાઈઓને જે ભયાનક પાબંધીઓ અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્રમાં પૂરનો સામનો કરી રહેલા એ પરિવારને પણ જે કદાચ આજે સંપૂર્ણ રીતે ઈદનો તહેવાર મનાવી ના શકે.’

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંવિધાનનાં અનુચ્છેદ 370માં બદલાવ કર્યો છે. આ બંધારણીય બદલાવ બાદ જમ્મુ-કાશ્મીરને મળેલો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ થઈ ગયો છે. કેન્દ્રએ પુન:ગઠન બિલ દ્વારા જમ્મુ-કાશ્મીરને બે અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચી દીધું છે. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો મળ્યો છે.

કેન્દ્ર સરકારે ઘાટીમાં સંભવિત હિંસાને રોકવા માટે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે, જેનાથી આંશિક રીતે લોકો પ્રભાવિત થયા છે. વિપક્ષ આના પર અલગ-અલગ પ્રશ્ન કરે છે. જો કે મોટાભાગની પાર્ટીઓએ કેન્દ્ર સરકારનું સમર્થન કર્યું છે. તો કૉંગ્રેસ નરેન્દ્ર મોદી પર આ નિર્ણયને લઇને પ્રહાર કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારનો આ નિર્ણય રાષ્ટ્રહિતમાં છે અને આ કારણે જ કૉંગ્રેસનાં જ્યોતિરાદિત્ય સિંધિયા જેવા દિગ્ગજ નેતાઓએ પણ સરકારનું સમર્થન કર્યું છે.

આ વિડીયો પણ જુઓ: ગુજરાતના નામાંકિત લોક કલાકારો ભાજપમાં જોડાયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન