NIFTY 10,209.40 -21.45  |  SENSEX 32,518.56 +-90.60  |  USD 64.9700 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ખોખલા વાયદા કરનારાને ઓળખો : પ્રિયંકા

ખોખલા વાયદા કરનારાને ઓળખો : પ્રિયંકા

 | 8:08 pm IST

ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૌથા અને પાંચમા ચરણમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધીએ શુક્રવારે પોતાની પહેલી ચૂંટણી સભાને સંબોધિત કરી. રાયબરેલીમાં આયોજિત કોંગ્રેસની ચૂંટણીસભામાં પ્રિયંકાના નિશાન પર પીએમ મોદી રહ્યા. પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ભાષણ પછી પ્રિયંકા ગાંધીએ માઈક સંભાળ્યું અને મોદીને બહારના નેતા ગણાવી ઠુકરાવતા કહ્યું કે યૂપીને કોઈએ ગોદ લેવાની જરૂર નથી. યૂપીનો એક એક નૌજવાન નેતા બની શકે છે અને અહિંના એક એક નૌજવાન પ્રદેશનો વિકાસ કરી શકે છે. બસ તમારે બધાંએ મળીને કામ કરવાની જરૂર છે.

ઉલ્લેખનિય છે કે 16મી ફેબ્રુઆરીના રોજ હરદોઈમાં એક ચૂંટણી સભાને સંબોધતા મોદીએ કહ્યું હતું કે હું ગુજરાતમાં પેદા થયો અને યૂપીએ મને ગોદ લીધો. હું એવો દિકરો નથી કે મા-બાપની ચિંતા ન કરું. ગોદ લીધેલો દીકરો યૂપીની ચિંતા કરશે. રાયબરેલીમાં ચોથા ચરણમાં 23 ફેબ્રુઆરીએ મતદાન થવાનું છે અને તે પછી પાંચમા ચરણમાં 27 ફેબ્રુઆરીએ અમેઠીમાં મત નાંખવામાં આવશે.


તે પછી પ્રિયંકાએ નોટબંધીને લઈને મોદી વિશે કહ્યું કે તે કહે છે કે યૂપીમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યાં છે. તે પોતે કોઈની દીકરી, પત્ની, કે માં હોવા અંગેનો ઉલ્લેખ કરતા, તે સૌની સાથે સંબંધ જોડી લે છે. હું દેશની કરોડો મહિલાઓ વતી કહેવા ઈચ્છું છું કે હમેંશા કોઈની સાથે સંબંધ જોડવાની જરૂરત નથી હોતી. તેની જગ્યાએ આંખોમાં આંખ મેળવીને વાત કરો અને જણાવો કે અમારી દીકરીઓ, બહેનો અને માંઓ પર કોણે અત્યાચાર કર્યાં છે. તેમણે (મોદીને) નોટબંધીના નામ પર પોતાની બચતને કાગળના ટૂકડાની જેમ ફેંકાવી દીધી. તમને બેંકોની લાઈનમાં ઉભા રહેવા મજબૂર કર્યા. શું એ મહિલાઓ પર અત્યાચાર ન હતા?


આગળ પ્રિયંકાએ મોદીને સંસદીય ક્ષેત્રનો ઉલ્લેખ કરતા કહ્યું કે બહું જ ખોખલા વાયદાઓ કર્યા, દેશે તમને બહું જ સાંભળી લીધા. ઘણાં વર્ષો થઈ ગયા. ત્રણ વર્ષથી સરકારમાં છો. બનારસની જનતાને પૂછો કે તમને વડાપ્રધાને પોતાના સંસદીય ક્ષેત્ર માટે શું કામ કર્યું. અમેઠીનો એક એક વ્યક્તિ બતાવશે કે જ્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા ત્યારે તેમણે પોતાના સંસદીય ક્ષેત્રનો કેટલો વિકાસ કર્યો હતો. ખોટાં વાયદા કરનારાને ઓળખો અને આ ગઠબંધનને આ રીતે મજબૂત બનાવો કે આગળ જઈને આ પ્રદેશ મજબૂત બને અને તેનો વિકાસ થાય.