Priyanka Senna to Work for her in Lucknow Before Dandhi's Road Show
  • Home
  • India
  • ઇન્દિરા ગાંધીની વાનર સેનાના તર્ક સાથે આવી રહીં છે ‘પ્રિયંકા સેના’

ઇન્દિરા ગાંધીની વાનર સેનાના તર્ક સાથે આવી રહીં છે ‘પ્રિયંકા સેના’

 | 11:01 pm IST

એવું કહેવાય છે કે પ્રિયંકા ગાંધીમાં ઈન્દિરા ગાંધીની છબી જોવા મળે છે. આ વાત કોંગ્રેસના નેતા દાવા સાથે કરે છે. લખનઉમાં તેમણે પ્રિયંકા ગાંધીને ઈન્દિરા ગાંધી જેવા બતાવવા માટે એક નવી સેનાની રચના કરવામાં આવી છે. ઈન્દિરા ગાંધીની વાનર સેનાના તર્કને ધ્યાનમાં રાખીને પ્રિયંકા સેના રાજ્યની રાજધાનીમાં ઉભરી આવી છે. આ સેનાના 500 કાર્યકરો પ્રિયંકાના આખા કાર્યક્રમનો ગુલાબી ટી-શર્ટ પહેરીને પ્રચાર કરશે.

પ્રિયંકા સેનાનું સૂત્ર છે કે ‘દેશના સન્માનમાં, પ્રિયંકાજી મેદાનમાં, માન પણ આપવામાં આવશે અને આદર પણ, સમય આવશે તો જીવ પણ આપશે’. જ્યારે એક ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા સેનાના કાર્યકરોએ જણાવ્યું હતું કે આ એક લોકોની ભાવના છે. અમે બધા પ્રિયંકાજી માટે જીવન આપવા તૈયાર છીએ. જો ભારતીય રાજકારણમાં સ્ત્રીઓને માન નહીં મળે તો ક્યાં મળશે? મહિલાઓને માન આપવા માટે અમે ટીશર્ટનો રંગ ગુલાબી પસંદ કર્યો છે.

પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારના રોજ લખનઉમાં ચાર દિવસના પ્રવાસ પર જવાના છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જ્યોતિરાદિત્ય સિદ્ધિયા પણ તેમની સાથે હાજર રહેશે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા ગાંધીનો કાફલો શહેરના ત્રણ ડઝન વિસ્તારથી પસાર થશે. પ્રિયંકાનો કાફલો દરેક ચોક પર ઉભો રહશે. જ્યાં તે મહાન પુરુષોની તસવીરો પર માળા અરપણ કરશે.

દેશ સ્વતંત્રતાની લડાઇ લડી રહ્યો હતો હતો. 19 નવેમ્બર, 1917 ના રોજ જન્મેલા, ઈન્દિરા પણ આઝાદીની આ લડાઈના સાક્ષી બન્યા હતા. 13 વર્ષની ઉમરમાં આંદોલનકારીઓને મદદ કરી શકે તે હેતુથી વાનર સેનાની રચના કરવામાં આવી હતી. ક્રાંતિકારીઓને મહત્વપૂર્ણ માહિતી આ વાનર સેના દ્વારા આપવામાં આવતી હતી. એવું કહેવાય છે કે આ વાનર સેનામાં ફક્ત અલ્હાબાદમાં જ પાંચ હજાર સભ્યો હતા.