Priyanka Sister in Law Sophie Turner expecting first Child
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રીના ઘરમાં આવશે નવુ મહેમાન, તૈયારીઓ પણ થઈ શરૂ

બોલિવૂડની આ દિગ્ગજ અભિનેત્રીના ઘરમાં આવશે નવુ મહેમાન, તૈયારીઓ પણ થઈ શરૂ

 | 5:20 pm IST

બોલિવૂડ અભિનેત્રીએ પ્રિયંકા ચોપરાના ઘરમાં નવુ મહેમાન આવવાની તૈયારીમાં છે. નવા મહેમાનને આવકારવાની તૈયારીઓ પણ હાથ ધરી દેવામાં આવી છે. જોકે આ મામલે હજી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

પ્રિયંકા ચોપરાની જેઠાણી અને જો જોનાસની વાઇફ સોફી ટર્નરના ઘરે નાનું મહેમાન આવવાનું છે. સોફી ટર્નર અને જો જોનાસ તેમના પહેલા બાળકનું સ્વાગત કરવા તૈયાર છે. આ મામલે તેમના તરફથી કોઇ અધિકૃત જાહેરાત નથી કરવામાં આવી. સુત્રોના જણાવ્યા પ્રમાણે, 23 વર્ષની સોફી પ્રેગનેન્ટ છે. હાલ તો કપલે આ ખબર ખાલી પરિવાર અને નજીકના કેટલાક મિત્રોને જ જણાવ્યા છે.

મીડિયાના રિપોર્ટ મુજબ જો અને સોફી આ બાબત ખાનગી રાખવા માંગે છે. જોકે, પરિવારના લોકોને આ અંગે જાણકારી આપી કપલ ખૂબ જ ખુશ છે. પ્રેગ્નેન્સી છુપાવવા સોફી હાલ તેવા આઉટફિટ પહેરી રહી છે.

ઉલ્લેખનીય છે કે સોફી ટર્નર અને જો જોનાસ વર્ષ 2016થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. અને 2017માં તેમણે સગાઇ કરી હતી. તે પછી ગત વર્ષે બિલબોર્ડ મ્યૂઝિક એવોર્ડ્સ પછી એક સરપ્રાઇઝ સેરેમનીમાં સોફી અને જોએ મેમાં લગ્ન કરી લીધા હતા. આ પછી જૂન 2019માં તેમણે પેરિસમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં ફરી લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન