Priyanka Started Shooting of Farhan Akhtar's Film, Ranveer makes Fun of Priyanka
  • Home
  • Photo Gallery
  • સલમાનને ‘ના’ કહી પ્રિયંકાએ શરૂ કર્યું આ ફિલ્મનું શૂટિંગ, રણવીરે કરી મજેદાર કોમેન્ટ

સલમાનને ‘ના’ કહી પ્રિયંકાએ શરૂ કર્યું આ ફિલ્મનું શૂટિંગ, રણવીરે કરી મજેદાર કોમેન્ટ

 | 2:48 pm IST

પ્રિયંકા ચોપરા અત્યારે ભારતમાં છે અને તેણે પોતાની આગામી બોલીવુડ ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિંક’ની શૂટિંગ શરૂ કરી દીધી છે. પ્રિયંકાએ આ વાતની જાણકારી ઇન્સ્ટાગ્રામ પર આ ફિલ્મનાં ક્રુ સાથેની તસવીરો શેર કરીને આપી. ફિલ્મમાં પ્રિયંકા ચોપરા એક્ટર ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ સાથે જોવા મળશે.

પ્રિયંકાએ ઇન્સ્ટાગ્રામ પર જીમમાં ટ્રેનિંગ દરમિયાનની એક તસવીર પણ શેર કરી છે. પ્રિયંકાએ લખ્યું કે શૂટિંગ દરમિયાન જીમમાં ટ્રેનિંગ ચાલુ છે. આ તસવીર પર એક્ટર રણવીર સિંહે એક કોમેન્ટ કરી છે. રણવીરે કોમેન્ટમાં લખ્યું, ‘શું પ્રિયંકા વર્કઆઉટ કરી રહી છે? હવે હું એ જાણી શકું છું કે આખરે તે જીમ પછી શું ખાય છે? ચેવડો.’ રણવીરની આ કોમેન્ટ પર પ્રિયંકાએ ઇમોજી મોકલતા લખ્યું, ‘નહી યાર! મે તમારાથી ફોકસ અને ડેડિકેશન શીખ્યું છે.’