ફૂટબૉલ વિશ્વ કપ આગળ ક્રિકેટ WC ફિક્કો, પ્રાઇઝ મની જાણીને ઉડી જશે હોશ - Sandesh
  • Home
  • Featured
  • ફૂટબૉલ વિશ્વ કપ આગળ ક્રિકેટ WC ફિક્કો, પ્રાઇઝ મની જાણીને ઉડી જશે હોશ

ફૂટબૉલ વિશ્વ કપ આગળ ક્રિકેટ WC ફિક્કો, પ્રાઇઝ મની જાણીને ઉડી જશે હોશ

 | 5:16 pm IST

રૂસમાં આવતા આઠવાડિયાથી ફૂટબૉલનો મહાકુંભ ફિફા વર્લ્ડ કપ શરૂ થવા જઇ રહ્યો છે. ફૂટબૉલ વર્લ્ડ કપ જીતનાર ટીમને 18 કેરેટ સોનાથી ચમકતી સોનાની ટ્રોફી જ નહી પરંતુ તેની સાથે સાથે કરોડો રૂપિયાનો વરસાદ પણ કરવામાં આવશે.

રૂસમાં 14 જૂનથી લઇને 15 જુલાઇ સુધી 32 ટીમો ફૂટબૉલનાં મહાસંગ્રામમાં ટકરાશે. આ વર્ષે ફિફા વર્લ્ડ કપમાં વિજેતા માટે ઇનામ રાશિ 79 કરોડ દસ લાખ ડૉલર એટલે કે 53 અબજ રૂપિયાથી પણ વધારે છે, જે 2014માં બ્રાઝિલમાં થયેલા વર્લ્ડ કપ કરતા 40 ટકા વધારે છે. ક્રિકેટનાં વર્લ્ડ કપ સાથે જો આની તુલના કરવામાં આવે તો ફૂટબૉલ વર્લ્ડ કપની રાશિ કરતા 80 ગણી ઓછી છે. ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડની યજમાનીમાં થયેલા 2015નાં વર્લ્ડકપમાં ICCએ કુલ ઇનામી રાશિ 1 કરોડ 2 લાખ 25 હજાર ડૉલર એટલે કે લગભગ 68 કરોડ 54 લાખ રૂપિયા રાખી હતી. જેમાં વિજેતાનાં 39 લાખ 75 હજાર ડૉલર અને ઉપવિજેતાને 17 લાખ 50 હજાર ડૉલર મળ્યા હતા. ગ્રુપ સ્ટેજમાંથી બાહર થનાર ટીમને 10 હજાર ડૉલર આપવામાં આવ્યા હતા. આંકાડાની રીતે બંને વર્લ્ડ કપની તુલના કરવી યોગ્ય નથી.

ફિફાનાં આંકડાનાં આધારે વર્લ્ડ કપ ફૂટબૉલની પુરસ્કાર રાશિમાં 40 કરોડ ડૉલર ટીમોને તેમના પ્રદર્શનને આધારે અને 39 કરોડ 10 લાખ ડૉલર ખેલાડીઓની ક્લબોને અલગ અલગ યોજનાઓ અંતર્ગત આપવામાં આવશે. મૉસ્કોનાં લુજનિકી સ્ટેડિયમ પર 15 જુલાઇનાં જે ટીમ વર્લ્ડ કપ જીતશે તેને 80 લાખ ડૉલર એટલે કે 255 કરોડ રૂરિયા મળશે જે ગયા ફિફા વર્લ્ડ કપ કરતા 30 ગણી વધુ છે.