પદ્માવતી બાદ 'આ' ફિલ્મ નિર્માતાને જીવનું જોખમ, હાથ કાપી લાવનારને ઈનામ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પદ્માવતી બાદ ‘આ’ ફિલ્મ નિર્માતાને જીવનું જોખમ, હાથ કાપી લાવનારને ઈનામ

પદ્માવતી બાદ ‘આ’ ફિલ્મ નિર્માતાને જીવનું જોખમ, હાથ કાપી લાવનારને ઈનામ

 | 7:05 pm IST

બોલિવૂડ ફિલ્મ પદ્માવતીના વિરોધ પછી એક વધુ ફિલ્મનો વિરોધ શરૂ થયો છે. તે ફિલ્મનું નામ ‘ગેમ ઓફ અયોધ્યા’ છે. સુનીલસિંહે તેનું દિગ્દર્શન સંભાળ્યું છે. ફિલ્મ બાબરી મસ્જિદના વિધ્વંસ પર આધારિત છે. 24 નવેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની હતી પરંતુ સેન્સરબોર્ડે ફિલ્મની રિલીઝને રોકી છે. બોર્ડનું માનવું છે કે ફિલ્મને કારણે લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. કોમી રમખાણ થવાની સંભાવનાની શંકા છે. ફિલ્મનો વિરોધ કરતાં અલીગઢ જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેતાએ ફિલ્મના નિર્માતાના હાથ કાપીને લાવનારને ઈનામ આપવાની જાહેરાત કરી છે.

ફિલ્મનો વિરોધ કરી રહેલાં લોકોનું કહેવું છે કે ફિલ્મમાં બાબરી વિધ્વંસને મુદ્દે ઇતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. અખિલ ભારતીય પરિષદના નેતા અમિત ગોસ્વામીએ ફિલ્મનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, ગેમ ઓફ અયોધ્યા ફિલ્મના નિર્માતાના હાથ કાપીને લાવનારને રૂપિયા એક લાખનું ઈનામ આપશે. તેમનું કહેવું છે કે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે વિવાદાસ્પદ માળખું તોડી નાખ્યા પછી કારસેવક રામલલ્લાની મૂર્તિને ત્યાં મૂકી રહ્યા છે. આ ઘટનાનું નિરૂપણ સદંતર ખોટું છે. રામલલ્લાની મૂર્તિ તો પહેલેથી જ ત્યાં છે.