Prizes also kill the murderers of Dalit youngsters
  • Home
  • Featured
  • નફ્ફટ માનસિક્તા: દલિત યુવાનની હત્યા કરનારા હત્યારાઓને પણ ઇનામ?

નફ્ફટ માનસિક્તા: દલિત યુવાનની હત્યા કરનારા હત્યારાઓને પણ ઇનામ?

 | 6:37 pm IST

માંડલ તાલુકાના વરમોર ગામમાં પોલીસ અને અભયમની ટીમ હાજર હોવા છતાં પણ દલિત યુવાનની હત્યા કરનાર માટે રૂ.10,000નું ઈનામ જાહેર કરી હત્યા કરનારને બિરદાવતો મેસેજ વોટસએપ ઉપર ફરતો કરનાર મગુના ગામના શખસ સામે સાંથલ પોલીસે ગુનો નોંધ્યો છે. ભારતીય દંડ સંહિતાની કલમ 153 (એ) તેમજ આઈટી એકટ મુજબ સાંથલના સર્કલ પોલીસ ઈન્સ.એ તપાસ હાથ ધરી છે.
માંડલ તાલુકાના વરમોર ગામમાં પ્રેમલગ્ન કરનાર દલિત યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી.

આ ઘટના અંગે જોટાણા તાલુકાના મગુના ગામના મખવાન અશોકસિંહે પોતાના મોબાઈલ ફોનથી ફરતો કર્યો હતો કે હત્યા કરનારના પરિવારને હું મખવાન અશોકસિંહ રૂ.10,000 રોકડા ઈનામ જાહેર કરું છું. માદરે વતનમાં પોલીસ પ્રોટેકશન હોવા છતાં માથું કાપી બદલો લેનાર વીર યોધ્ધાને લાખ-લાખ સલામ કરું છું. તેણે વોટસએપ ઉપર એવો સંદેશો પણ પાઠવ્યો હતો કે રાજપૂત સમાજે આ સાહસવીર પરિવારને આર્થિક મદદ કરવી જોઈએ અને સમાજના યુવાનોમાં ક્રાન્તિ લાવવી જોઈએ.

૮, જુલાઈથી ૧૦, જુલાઈના સમયગાળા દરમ્યાન મખવાન અશોકસિંહે પોતાના મોબાઈલ ફોનથી જુદા જુદા ગૃપમાં વાયરલ કર્યો હતો. આ અંગે જાણ થતાં સાંથલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મિતેષભાઈ બળદેવભાઈએ આ ચકચારી ઘટનામાં આરોપીને બિરદાવતો મેસેજ વાયરલ કરનાર મગુનાના શખસ સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153 (એ) અને આઈટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. આમ, વરમોરની ચકચારી ઘટના અંગે વોટસએપ મેસેજનો વિવાદ પડઘાયો છે.

સાવધાન ! મેસેજ મોકલતા પહેલાં વિચારજો

ક્યારેક કેટલીક ઘટનાઓ બાદ વિચાર કર્યા વિના સોશિયલ ગૃપોમાં ફેસબુક અને વોટસએપ ઉપર મેસેજ ફરતા કરનાર સામે આ કિસ્સો લાલબતી ધરે છે. જાણે અજાણે મોકલવામાં આવતા આ મેસેજના કારણે કાયદાનું ઉલ્લંઘન થતું હોય છે. કેટલાક મેસેજથી અન્યની લાગણી પણ દુભાતી હોય છે અને કેટલાંક તત્વોને પ્રોત્સાહન પણ મળતું હોય છે. માટે સોશિયલ મિડીયામાં બિન જરૂરી મેસેજ મોકલતા પહેલાં સાવધાનીથી વર્તવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન