ખેડાના આચાર્ય અને શિક્ષિકાની કામલીલાની તસવીરો વાઇરલ થઈ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ખેડાના આચાર્ય અને શિક્ષિકાની કામલીલાની તસવીરો વાઇરલ થઈ

ખેડાના આચાર્ય અને શિક્ષિકાની કામલીલાની તસવીરો વાઇરલ થઈ

 | 7:30 am IST

ખેડા જિલ્લાના શિક્ષણ વિભાગને શર્મસાર કરતા હાઈસ્કુલના પ્રિન્સીપાલ અને પ્રાથમિક શાળાની શિક્ષિકાના વ્યાભિચારના નગ્ન ફોટા વાયરલ થતાં ભદ્ર સમાજ ખિન્ન થઈ ગયો છે. ગુરૂજીના સ્થાને બેઠેલા પ્રિન્સીપાલ અને શિક્ષિકાના કરતૂતોથી હાઈસ્કુલ અને શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓમાં ચિંતા વ્યાપી જવા પામી છે.

ખેડા જિલ્લાના કપડવંજ અને રાજ્યભરમાં વાયરલ થયેલા નગ્ન ફોટાઓને પગલે પ્રિન્સીપાલ અને શિક્ષિકા રજા ઉપર ઉતરી ગયા છે, જ્યારે કપડવંજની હાઈસ્કુલ નગરપાલિકા હસ્તક હોવાથી નગરપાલિકા કાર્યવાહી કરશે અને શિક્ષિકા સામે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, તેમ કહીને સળગતા મામલામાંથી હાથ ખંખેરીને જિલ્લા શિક્ષણાધિકારી પોતે વેગળા થઈ જતા હોય તેમ જણાઈ રહ્યું છે. તો બીજી બાજુ વાઇરલ થયેલા ફોટા જે હોટેલના રૂમમાં પાડયા હતા, તે હોટેલની તપાસ શરુ થઇ ગઇ છે.

કપડવંજ શહેરની એમ.પી. હાઈસ્કુલના પ્રિન્સીપાલ જતિન પટેલ અને સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતી સ્વરુપવાન શિક્ષિકા વચ્ચેના અંતરંગ સંબંધોને ઉજાગર કરતા અંગત પળોની તસ્વીરો વાયરલ થઈ જતાં સમગ્ર જિલ્લાનો શિક્ષણ સમાજ શર્મસાર થઈ જવા પામ્યો હતો.

બે દિવસથી મોટાભાગના તમામ વોટ્સએપ ગૃપમાં આ બંનેની નગ્ન તસ્વીરો અને મેસેજ વાયરલ થઈ રહ્યા હોવાથી તેઓ બંને ભુગર્ભમાં ચાલ્યા ગયા હોવાનું જાણવા મળેલ છે. આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે અમને શિક્ષિકાના નામ કે શાળાનું નામ ખબર નથી,એટલે તાલુકા પ્રા.શિક્ષણાધિકારીને તપાસ કરીને કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન