લંડનમાં ઈન્ડિયા હાઉસની બહાર ભારત-પાક. સમર્થકો વચ્ચે તણાવ - Sandesh
NIFTY 11,450.00 +60.55  |  SENSEX 37,887.56 +221.76  |  USD 68.6200 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Nri
  • લંડનમાં ઈન્ડિયા હાઉસની બહાર ભારત-પાક. સમર્થકો વચ્ચે તણાવ

લંડનમાં ઈન્ડિયા હાઉસની બહાર ભારત-પાક. સમર્થકો વચ્ચે તણાવ

 | 5:55 pm IST

લંડનમાં ઈન્ડિયા હાઉસની બહાર ભારત પાકિસ્તાનના સમર્થકો વચ્ચે ટકરાવ થઈ ગયો છે. પાકિસ્તાની મૂળના લોર્ડ નઝીર અહમદના નેતૃત્વમાં ભારતની વિરુધ્ધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેનો ભારતીય અને બ્રિટિશ લોકોએ વિરોધ પણ કર્યો છે. નઝીરના નેતૃત્વમાં સેંકડો પ્રદર્શન કરનાર લોકોએ કાશ્મીરની સાથે ખલિફસ્તાન માટે આઝાદી માટેની માંગ કરી છે.

જો કે, વિરોધીઓએ ભારતના સમર્થકો સાથેની ટક્કર ભારે પડી. થોડાક જ સમયમાં ભારતના સમર્થકો અને ભારત વિરોધી લોકોની વચ્ચે ઝગડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તેના પછી પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો તેના પછી આ વિરોધીઓને શાંત કરવામાં આવ્યા હતા. ભારતીય સમર્થકોએ લોર્ડ નઝીર પર નિશાન સાધ્યું હતું અને કહ્યું કે, તેઓ બ્રિટિશ પ્રણાલીની મજાક ઉડાવી રહ્યા છે. આ બધાની વચ્ચે લંડનમાં રહેલા ભારતીય હાઈ કમિશનરએ આ વિરોધને ‘એક બદનામ નેતાના ખરાબ પ્રયત્નો’ તેવું કહ્યું હતું.

નઝીરનો વિરોધ કરવા માટે લંડનમાં ભારતીય નાગરિકોએ આ ઝુંબેશનું નામ ‘ચલો ઈન્ડિયા હાઉસ’ આપ્યું હતું. ઈન્ડિયા હાઉસની બહાર બંને પક્ષના લોકોએ એકબીજા વિરુધ્ધ ભડાસ કાઢી હતી અને તેના પછી આ વિરોધે હિંસાનું સ્વરૂપ ધારણ કરતા સ્ટોટલેન્ડ યાર્ડના જવાનોની ટીમને બોલાવી પડી હતી.

તમને જણાવી દઈએ કે, લોર્ડ નઝીર વિવાદાસ્પદ વ્યક્તિ છે જેના પર છેતરપિંડીનો પણ આરોપ લગાવામાં આવ્યો છે. તેને ખરાબ ડ્રાઈવિંગના લીધે સજા પણ આપવામાં આવી છે. તેમજ તેમના વિરોધી વિચારોના કારણે તેમણે લેબર પાર્ટીમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા.