problem of drooping breast in men, do this
  • Home
  • Featured
  • શું તમારા પતિને પણ છે આવા લટકતા સ્તનો? તો સૌથી પહેલા કરો આ કામ

શું તમારા પતિને પણ છે આવા લટકતા સ્તનો? તો સૌથી પહેલા કરો આ કામ

 | 3:19 pm IST

આજકાલ એક સમસ્યા પુરુષોમાં વધુ જોવા મળી રહી છે. લટકતા સ્તન. પુરુષોને આવા સ્તન હોવાની પાછળ અનેક કારણો હોઈ શકે છે. જેમાં દવાઓની સાઈડ ઈફેક્ટ્સ, અથવા તો વધુ પડતુ ભોજન લેવાથી અથવા આનુવાંશિક સમસ્યાને કારણે પણ આવું થઈ શકે છે. આ સમસ્યાની કોઈ દવા નથી, પરંતુ કેટલીક કસરતો કરીને પુરુષો લટકતા સ્તનોની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે. જેના બાદ તમે આકર્ષક, સ્વસ્થ અને હુષ્ટપુષ્ટ દેખાશો.

આ કસરતો કરવી

  •  સૌથી પહેલા નિયમિત દોડવાનું રાખો. કેમ, તે તમારા શરીરની વધારાની ચરબી ઓછી કરવાનું કામ કરશે. તેનાથી પેટ તથા શરીરના અન્ય ભાગની ચરબી પણ દૂર થશે. દોડતા સમયે તમારું આખું શરીર હલે છે, તેથી તેની સાથે લટકતા સ્તનની ચરબી પણ ઓછી થશે. જો તમે રોજ બે-ત્રણ કિલોમીટર દોડવાનું રાખશો, તો આ સમસ્યા ધીરે ધીરે ઓછી થતી દેખાશે.
  •  દોરડા કૂદવાથી પણ લટકા સ્તનવાળી ચરબી ઓછી કરી શકાય છે. ચરબી ઓછી કરવા માટે આ સૌથી કારગત ઉપાય છે. નિયમિત એક મહિના દોરડા કૂદવાથી તમને અસર દેખાવા લાગશે. જો તમને દોરડા કૂદવામાં તકલીફ થાય છે, તો કૂદવાનું રાખો. રોજ 90 થી 150 વાર કૂદો. આ સંખ્યા ધીરે ધીરે વધારતા જાઓ, જે તમને સમસ્યાથી મુક્તિ અપાવશે.

  •  પુશઅપ ટેકનિક પણ બહુ જ ફાયદાકારક છે. તે તમારી છાતીને યોગ્ય આકારમાં લાવવામાં મદદ કરશે. તે જરા અઘરી કસરત છે, પણ બહુ મુશ્કેલ નથી. જો તમારા બાજુ નબળા છે, તો શરૂઆતમાં ઘૂંટણનો ઉપયોગ કરો.
  •  ડમ્બલ્સ કરવું પણ બેસ્ટ કસરત છે. આ કસરત પણ તમારી છાતીને શેપમાં લાવવામાં મદદરૂપ બનશે. તે છાતીની પહોળાઈ વધારે છે.
  •  છાતી પરની ચરબી ઘટાડવા માટે બેંચ પ્રેસ સૌથી બેસ્ટ કસરત છે. તે તમારી છાતીના આકારને વ્યવસ્થિત કરવામાં મદદરૂપ થશે. બેંચ પ્રેસ અનેક પ્રકારના હોય છે. જેમ કે, ઝૂકીને અથવા ઢળીને, અછવા સીધું.