જો તમને પણ આંખમાંથી પાણી આવતું હોય તો અજમાવો આ ઘરેલું નુસ્ખા - Sandesh
NIFTY 10,500.90 -38.85  |  SENSEX 34,155.95 +-144.52  |  USD 64.0875 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • જો તમને પણ આંખમાંથી પાણી આવતું હોય તો અજમાવો આ ઘરેલું નુસ્ખા

જો તમને પણ આંખમાંથી પાણી આવતું હોય તો અજમાવો આ ઘરેલું નુસ્ખા

 | 1:35 pm IST

શરીરનો સૌથી જરૂરી, સુંદર અને નાજુક અંગ આંખ છે. શિયાળાની સીઝનમાં ઠંડીના કારણે આંખમાંથી પાણી નીકળતું હોય છે પરંતુ તે ડ્રાઈ આઈ સિંડ્રોમનો પણ સંકેત હોય શકે છે. આ બીમારીમાં આંખોમાંથી વધારે પાણી આવે છે, ઓછું દેખાય છે અને સોજો, રેસિજ, અને આંખ લાલ થઈ જાય છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે ડોક્ટોરની દવાઓની સાથે સાથે કેટલાંક ઘરેલું ઉપાય પણ કરી શકો છો. આ ઘરેલું નુસ્ખાની મદદથી તમે પણ આ સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો.

આંખની સમસ્યાને દૂર કરો આ ઘરેલું નુસ્ખાથી :

1. હર્બલ ટી :

કોમોમાઈલ અથવા પેપરમિન્ટ ચાના પાનને થોડી વાર માટે ગરમ પાણીમાં પલાળી દો. તેના પછી થોડીક થોડીક વારમાં આ પાણીથી આંખને સાફ કરો. જો કે, પાણી વધારે ગરમ ના હોય તેનું ખાસ ધ્યાન રાખવું.

2. મીઠું :

કેટલીક વાર આંખમાં ખંજવાળ અને બળતરાને લીધે પાણી આવે છે. તેવામાં તમે એક ગ્લાસ પાણીમાં ચપટી મીઠું નાખીને આંખોને સાફ કરો. દિવસમાં ત્રણ વખત તેનો ઉપયોગ કરવાથી ખંજવાળ અને બળતરાની સમસ્યાથી છૂટકારો મળશે.

3. નાળિયર તેલ :

નાળિયર તેલમાં રહેલા તત્ત્તવો આંખનો કચરો સાફ કરે છે. દરરોજ આંખ નીચે અને તેની આજુ-બાજુ નાળિયેર તેલની માલિશ કરવી. તમને જલ્દીથી આ સમસ્યાથી છૂટકારો મળશે.

4. ભીનું કપડું :

આંખને હાથથી ઈન્ફેક્શન થઈ શકે છે. આંખમાં બળતરા, દુઃખાવો અથવા ખંજવાળ આવે ત્યારે પાણીમાં કપડું પલાળીને આંખને સાફ કરવી તેનાથી કોઈ પણ સમસ્યા દૂર થઈ જશે.

5 . બેકિંગ સોડા :

ચોખ્ખા પાણીમાં એક ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને તેન ગરમ કરો. પાણી ઠંડુ થઈ જાય તેના પછી તે પાણીથી આંખ ધોઈ લો. તેનાથી તમને રાહત થશે.

6. ઠંડુ દૂધ :

કોટન બોલને ઠંડા દૂધમાં ડિપ પલાળીને તેને આંખની આજુ બાજુ લગાવો. તે સિવાય તમે કોટન બોલને ઠંડા દૂધમાં પલાળીને રાખી શકો છો. આ ઉપાય સવાર-સાંજ બે ટાઈમ કરવાથી તમને જલ્દીથી આરામ મળશે.

7. એલોવેરા :

એલોવેરા જેલમાં એક ચમચી મધ અને અડધો કપ એલ્ડરબેલી ચા મિક્સ કરો. દરરોજ દિવસમાં 2 વખત આ મિશ્રણથી પોતાની આંખને સાફ કરો. થોડાક જ સમયમાં તમને આ સમસ્યાથી છૂટકારો મળશે.