Problems conceiving a second time after missing once if aged
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • હોટ ફિલ્મ્સ જોઇને મને આવું થાય છે!

હોટ ફિલ્મ્સ જોઇને મને આવું થાય છે!

 | 6:08 pm IST
  • Share

પ્રશ્ન: અમારાં લગ્નને પાંચ વર્ષ થઇ ગયાં છે, એક બાળક પણ છે. હમણાં થોડા સમયથી એવું બને છે કે જાતીય સંબંધ બાંધીએ એ પછી થોડું બ્લીડિંગ થાય છે, થોડો દુઃખાવો પણ થતો હોય છે અને જાતીય સંબંધ બાંધ્યા બાદ થોડાં ટીપાં બ્લડ પણ પડે છે. એવું નથી કે ઉત્તેજના નથી થતી, ઉત્તેજના થાય છે, પ્રોપર વેટ પણ થાય છે, વેટ થયા પછી પણ આ સમસ્યા થાય છે. મને ડર લાગે છે આવું કેમ થતું હશે, કારણ કે મારા પતિ રફલી પણ નથી કરતા.

જવાબ: ઘણી વાર એવું બને કે અંદર ફોલ્લી થઇ હોય તો પણ બ્લીડિંગ થાય, જોકે વજાઇના અંગે કોઇપણ પ્રકારના ક્યાસ લગાવવાને બદલે તમે જલ્દી ડોક્ટરને બતાવી દો. ગાયનેક તપાસ દ્વારા જ ખ્યાલ આવશે કે અંદર શું તકલીફ છે. વજાઇના એ શરીરનો ડેલિકેટ ભાગ છે, તે જગ્યાએ ચેકઅપ કરાવ્યા પછી જ કોઇ ઉપચાર કરવો જોઇએ. આ અંગે બેદરકારી ન રાખવી કે શરમમાં પણ ન રહેવું.

પ્રશ્ન: મારી ઉંમર 21 વર્ષની છે. હું ઘણી વાર રોમેન્ટિક ફિલ્મો જોઉં કે હોટ ક્લિપ્સ જોઉં એટલે મને તરત જ યુરિન માટે જવું પડે છે. તરત જ યુરિન લાગે છે, યુરિન માટે જાઉં ત્યારે તેને રોકી રાખું તો મજા આવે છે, થોડી સેકન્ડ રોક્યા બાદ યુરિન કરવાથી ઉત્તેજના થાય છે. શું આ નોર્મલ છે?

જવાબ: હોટ સીન્સ જોતી વખતે જે છોકરીઓએ જાતીય સંબંધો ન બાંધ્યા હોય તેને ઉત્તેજના થવી અને તે સમયે યુરિન લાગવું સામાન્ય બાબત છે. આમાં ગભરાવાની જરૂર નથી, તમારી માફક ઘણી છોકરીઓને આવું થતું હોય છે, તમે એ અંગે ચિંતા ન કરશો, પણ યુરિન લાગ્યું હોય તેને રોકી ન રાખવું. રોકી રાખવાથી પેટમાં દુઃખાવાની સમસ્યા થઈ શકે છે.

પ્રશ્ન: મારી ઉંમર 20 વર્ષ છે, લગ્નને એક વર્ષ પણ નથી થયું, થોડા મહિના જ થયા છે, હું હાલ ગર્ભવતી છું, અમારે હાલ બાળક નહોતું જોઇતું, પણ નિરોધનો ઉપયોગ કરવાનું એક વાર ચૂકી ગયાં હતાં, તેથી ગર્ભ રહી ગયો. હવે શું કરવું તે સમસ્યા છે, પરિવારના સભ્યો ગર્ભ રહેવા દેવાનો આગ્રહ કરે છે, જ્યારે મારી ઉંમર હજી ઘણી નાની છે, પતિનો એટલો પગાર નથી કે અમે હાલ એ જવાબદારી લઇ શકીએ. સાસુ પણ થોડાં કડક સ્વભાવનાં છે તેથી કામ બાબતે પણ ઘણો તોડ પડે છે. પણ મારાં મમ્મી અને મારાં સાસરિયાં પણ બાળક રાખવાની સલાહ આપે છે. પણ હું નિર્ણય લઈ શકતી નથી. આ ઉંમરે હજી મારે એટલી મોટી જવાબદારી નથી જોઇતી. પણ મારી માતા મને કહે છે કે એક વાર મિસ કરાવ્યા બાદ ફરી ગર્ભ રહેવામાં સમસ્યા થાય છે, તો મારે શું કરવું જોઇએ? મને યોગ્ય ઉત્તર આપશો.

જવાબ: તમારી ઉંમર ઘણી નાની છે. ઉંમર વધી ગઇ હોય તો એક વાર મિસ કરાવ્યા બાદ બીજી વાર ગર્ભ રહેવામાં સમસ્યા થતી હોય છે. તમે માત્ર વીસ વર્ષનાં જ છો, આ ઉંમરે હજી બાળકની જવાબદારી સ્વીકારવાની તૈયારી આજના સમયે યુવાનોની નથી હોતી એ સત્ય છે. વળી તમે જણાવ્યું કે તમારા પતિ પણ એટલું સારું કમાતા નથી, તો આવનાર બાળક માટે તમને ચિંતા થાય તે સ્વાભાવિક છે. રહી વાત વડીલોની તો એ લોકો એમના યુગ પ્રમાણે એમની સમજણ પ્રમાણે વિચારતાં હોય, પણ નિર્ણય અંતે તમારે કરવાનો છે. કોઇ સારા ગાયનેકને બતાવ્યા પછી તમે પતિ-પત્ની મળીને આ વિશે નિર્ણય લો. આ નિર્ણય બીજા કરતાં તમે બંને લાંબું વિચારીને લેશો તો સારું રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન