Rajan Shahi announces 'Yeh Rishta Kya Kehlata Hai' to take biggest Leap
  • Home
  • Entertainment
  • Bollywood
  • તારક મહેતા બાદ ટીવીનાં બીજા સૌથી મોટા શોમાં નવી ઉથલપાથલ, કાર્તિક-નાયરા નહીં દેખાય!

તારક મહેતા બાદ ટીવીનાં બીજા સૌથી મોટા શોમાં નવી ઉથલપાથલ, કાર્તિક-નાયરા નહીં દેખાય!

 | 6:09 pm IST

ટીવી પર ચાલતા સૌથી પોપ્યુલર શોમાં કંઈક ને કંઈક દાવ થતાં રહે છે. હાલમાં જ તારક મહેતાના દયાની વાપસીને લઈ ઢોલ વાગી રહ્યા છે. પરંતુ દયા આવતી નથી. એવી જ રીતે હવે ટેલિવિઝનના પોપ્યુલર શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં પણ કંઈક કાંડ થવા જઈ રહ્યો છે.

લાંબા સમયથી દર્શકોના દિલ પર આ શો રાજ કરી રહ્યો છે. કાર્તિક અને નાયરાની જોડીએ ધૂમ મચાવી દીધી છે. લગભગ 10 વર્ષથી ચાલતા આ શોમાં હાલમાં એક મોટા ફેરફારના સમાચાર આવી રહ્યા છે. શોમાં મોટો લીપ આવવા જઈ રહ્યો છે અને એના બાદ કદાચ દર્શકોને સીરિયલમાં કાર્તિક અને નાયરા જ નહીં જોવા મળે. આ વિશેની હિન્ટ શોના પ્રોડ્યુસર રાજન શાહીએ આપી છે. ટીવી પ્રોડ્યુસર રાજન શાહીએ ગુરુવારે એક પોસ્ટ મૂકી હતી ત્યારથી આવી ચર્ચાએ જોર પકડ્યું છે.

રાજન શાહીએ કોઈએ સ્પષ્ટતા કર્યા વગર જ કહ્યું કે, ફેબ્રુઆરી 2020માં સૌથી મોટા શોમાં સૌથી મોટો લીપ આવશે. રિપોર્ટ મુજબ લીપ બાદ સીરિયલમાં કાર્તિક અને નાયરા નહીં જોવા મળે. રાજન શાહીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે “ફેબ્રુઆરી 2020માં સૌથી મોટા શોમાં સૌથી મોટો લીપ આવવાનો છે. કોઈપણ માણસ શોથી તો મોટું નથી જ હોતું. હવે એક આખરી નિર્ણય લેવાનો સમય આવી ગયો છે.

આગળ વાત કરી કે, ફેબ્રુઆરી 2020માં ફ્રેશ ટીમ સાથે શો આગળ વધશે. હું જૂની ભૂલ ફરી કરવા માંગતો નથી. કેમેરાની પાછળ રહેલી મારી ટીમને ફેબ્રુઆરીમાં થનારી નવી શરૂઆત માટે ઓલ ધ બેસ્ટ. મારી ફેવરિટ જોડીની નવી પેઢી.” હવે આ પોસ્ટ બાદ કાર્તિક-નાયરાના ફેન્સ ખુબ નારાજ છે. તેઓ શોમાં કાયમ લીડ એક્ટર્સ તરીકે કાર્તિક-નાયરાને જ જોવા માગતા હતાં પરંતુ એની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

આ વીડિયો પણ જુઓ: દિલ્હી પોલીસે ગૌરવ દહિયાને આપી ક્લિનચીટ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન