production-in-the-countrys-eight-main-sectors-fell-by-12-per-cent
  • Home
  • Business
  • દેશનાં આઠ મુખ્ય સેક્ટરનાં ઉત્પાદનમાં 15 ટકાનો ઘટાડો

દેશનાં આઠ મુખ્ય સેક્ટરનાં ઉત્પાદનમાં 15 ટકાનો ઘટાડો

 | 7:00 am IST

દેશનાં ૮ ચાવીરૂપ ઉદ્યોગોમાં સતત ચોથા મહિને ઘટાડાનું વલણ ચાલુ રહ્યું હતું. જૂન મહિનામાં ૮ કોર સેક્ટરનો ગ્રોથ નકારાત્મક રહ્યો હતો અને ઉત્પાદનમાં ૧૫ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ખાસ કરીને કોલસો, ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, સ્ટીલ, સિમેન્ટ અને ઇલેક્ટ્રિસિટીના ઉત્પાદનમાં ગાબડાં પડયા હતા.

જો કે ગયા વર્ષે આ જ મહિનામાં ૮ કોર સેક્ટરનો ગ્રોથ રેટ ૧.૨ ટકા રહ્યો હતો મે મહિનામાં ચાવીરૂપ ૮ ઉદ્યોગોનો ગ્રોથ રેટ ૨૨ ટકા ઘટયો હતો.   જૂન મહિનામાં ૮ પૈકી એકમાત્ર ફર્ટિલાઇઝર સેક્ટરની કામગીરી નોંધપાત્ર રહી હતી.

એપ્રિલથી જૂનમાં ગ્રોથ રેટ ૨૪.૬ ટકા ઘટયો

એપ્રિલથી જૂનનાં ત્રિમાસિક ગાળામાં આ આઠ સેક્ટરનો ગ્રોથ રેટ ૨૪.૬ ટકા ઘટયો હતો. ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (IIP)માં આ આઠ સેક્ટરનો હિસ્સો ૪૦.૨૭ ટકા છે.

કયા ક્ષેત્રમાં ઉત્પાદન કેટલું ઘટયું?

કોલસો માઈનસ               ૧૫.૫ ટકા

ક્રૂડ ઓઇલ                      માઈનસ ૬ ટકા

નેચરલ ગેસ                    માઈનસ ૧૨ ટકા

રિફાઇનરી                      માઈનસ ૮.૯ ટકા

સ્ટીલ                              માઈનસ ૩૩.૮ ટકા

સિમેન્ટ                                 માઈનસ ૬.૯ ટકા

ઇલેક્ટ્રીસિટી                     માઈનસ ૧૧ ટકા

ફર્ટિલાઇઝરની કામગીરી નોંધપાત્ર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન