NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ગાંધીનગર NIDનો પ્રોફેસર છેલ્લા ૧૮ દિવસ રહસ્યમય રીતે ગુમ !

ગાંધીનગર NIDનો પ્રોફેસર છેલ્લા ૧૮ દિવસ રહસ્યમય રીતે ગુમ !

 | 12:15 am IST

ચાંદખેડા વિસ્તારમાં રહેતા 25 વર્ષીય ગાંધીનગર એનઆઇડીના પ્રોફેશર રહસ્યમય રીતે ગુમ થઇ ગયા છે. ગુમ થતાં પ્રોફેસરની પત્નીએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. પ્રોફેસર દિલ્હી જવાના હતા પરંતુ તેઓ દિલ્હી પણ પહોચ્યા ન હતા. જેથી પોલીસે ક્યા કારણથી ગુમ થયા છે તેની તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં આવેલા ગોદરેજ ગાર્ડન સીટીમાં નલીનભાઇ મની(ઉ.25) તેમના પત્ની મનીષાબહેન સાથે રહે છે. નલિનભાઇ ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ઇન્સ્ટીટયૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)માં આસિસસ્ટન્ટ પ્રોફેશર તરીકે નોકરી કરતા હતા. દરમિયાનમાં ગત 22મી ઓક્ટોબરના રોજ નલીનભાઇ અને પત્ની રાબેતા મુજબ જમ્યા હતા અને બાદમાં મોડી રાત્રે સુઇ ગયા હતા. બીજા દિવસે સવારે મનીષાબહેન નવ વાગ્યે ઉઠયા હતા ત્યારે નલીનભાઇ ન હતા. પત્નીએ શોધખોળ કરી પરંતુ નલીનભાઇ મળ્યા ન હતા તેથી તેમનો મોબાઇલથી ફોન કરવા ફોન લીધો તેમાં નલીનભાઇના મેસેજ હતા કે, તેઓ કોલેજ ગયા છે. આ મેસેજ જોઇ મનીષાબહેનને થયુ કે તેઓ કોલેજ ગયા હશે તેમ માની તેઓ રાબેતા મુજબ કામમા લાગી ગયા હતા. કામ કાજ દરમિયાન નલીનભાઇનુ લેપટોપ જોતા તેમાં દિલ્હીની ફ્લાઇટની ટિકીટની ઇ કોપી મળી હતી. આ જોઇ પત્ની ચોંકી ગઇ હતી અને તેણે નલીનભાઇને ફોન કર્યા હતા પરંતુ તેમનો ફોન બંધ આવતો હતો. તેથી પત્નીએ દિલ્હી રહેતા તેના મામાને ફોન કર્યો હતો. મામાએ મનીષાને જણાવ્યું હતુ કે, તે દિલ્હી આવવાનો હતો પરંતુ હજુ સુધી પહોચ્યો નથી સગા સબંધીઓને ત્યા તપાસ કરતા તેની ભાળ મળી ન હતી. તેથી ચાંદખેડા ખાતે લાપતા અંગે ફરિયાદ કરી હતી. આ અંગે પોલીસે જણાવ્યુ હતુ કે, નલીનનુ ગુમ થયા પાછળ કોઇ ચોક્કસ કારણ મળ્યુ નથી. સામાજીક કે પારિવારીક કોઇ પ્રશ્ન હજુ સુધી સામે આવ્યો નથી. ગાંધીનગરના એનઆઇડીમાં કોઇ સમસ્યા હતી કે કેમ તેની પણ તપાસ ચાલી રહી છે. જોકે કોઇ ઠોસ કારણ મળ્યું નથી.