Read The Profile Of Rohit Sharma Before World Cup 2019
  • Home
  • Sports
  • Cricket
  • ભારતનો આ ખેલાડી ફૉર્મમાં હોય તો આખી ટીમનો સ્કૉર એકલો જ બનાવી દે છે, જોઇ લો આંકડા

ભારતનો આ ખેલાડી ફૉર્મમાં હોય તો આખી ટીમનો સ્કૉર એકલો જ બનાવી દે છે, જોઇ લો આંકડા

 | 6:13 pm IST

ઇંગ્લેન્ડમાં થનારા ક્રિકેટ વિશ્વ કપ માટે ભારતીય ટીમ પાસે ‘હિટમેન’ રોહિત શર્માનાં રૂપમાં સૌથી મોટું હથિયાર છે. 32 વર્ષનો રોહિત શર્મા આઈસીસી વન ડે રેન્કિંગમાં અત્યારે બીજા નંબરે છે. 32 એપ્રિલ 1987નાં રોજ જન્મેલો રોહિત શર્મા અત્યારે વન ડે અને ટી-20 ફૉર્મેટમાં વાઇસ કેપ્ટન છે. રોહિત શર્મા વન ડે અને ટી-20માં ભારત તરફથી ઑપનિંગ કરે છે અને તે બૉલિંગ પણ કરી શકે છે.

રોહિત શર્માને દુનિયાનાં સર્વશ્રેષ્ઠ બેટ્સમેન્સમાંથી એક માનવામાં આવે છે. રોહિતનાં નામે વન ડે ક્રિકેટમાં 3 બેવડી સદી છે. રોહિત શર્માની બૉલને ફટકારવાની આવડતને જોઇને તેને ‘હિટમેન’ નામ આપવામાં આવ્યું છે.

ઑવરલ ઑલ વન ડે ઇન્ટરનેશનલમાં પ્રદર્શન

રોહિત શર્માએ ભારત માટે અત્યાર સુધી 206 વન ડે મેચોમાં 47.4ની એવરેજથી 8010 રન બનાવ્યા છે, જેમાં 3 બેવડી સદી, 22 સદી અને 41 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો બેસ્ટ સ્કૉર 264 રનનો છે. રોહિતનો આ સ્કૉર ક્રિકેટમાં વર્લ્ડ રેકૉર્ડ છે. વન ડેમાં રોહિતનાં નામે 8 વિકેટ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 27 રન આપીને 2 વિકેટ છે.

વર્લ્ડ કપ

આ પહેલા રોહિત શર્માએ ફક્ત એક વર્લ્ડ કપ રમ્યો હતો. 2015 ક્રિકેટ વર્લ્ડ કપ રમી ચુકેલા રોહિત શર્મા માટે આ બીજો વર્લ્ડ કપ છે. ભારત માટે રોહિત શર્મા વર્લ્ડ કપ 2019માં ઘણી મહત્વની ભૂમિકા નીભાવી શકે છે. રોહિત 2015 ક્રિકેટ વર્લ્ડ કપ પછી અત્યાર સુધી વન ડે ઇન્ટરનેશનલમાં સૌથી વધારે રન બનાવનારા બેટ્સમેનમાં વિરાટ કોહલી બાદ બીજા નંબરે છે. 2015 વર્લ્ડ કપ બાદ ક્રિકેટ વર્લ્ડ કપ પછી અત્યાર સુધી રોહિત શર્માએ વન ડે ઇન્ટરનેશનલમાં 61.12ની સરેરાશથી 3790 રન બનાવ્યા છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સફર

રોહિત શર્માએ 23 જૂન 2007નાં ભારત માટે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. તેણે આયરલેન્ડ સામે પોતાનું વન ડે કેરિયર શરૂ કર્યું હતુ. રોહિત શર્મા પેહલા મિડલ ઑર્ડરમાં બેટિંગ કરતો હતો, પરંતુ ઑપનિંગમાં તક મળતા જ તેણે કમાલ કરી દીધી અને રનોની ગાડી દોડાવી. રોહિતનાં નામે વન ડેમાં 3 બેવડી સદી છે. તે આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સનો કેપ્ટન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન