NIFTY 9,964.40 -157.50  |  SENSEX 31,922.44 +-447.60  |  USD 64.7900 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • પ્રોફિટ બુકિંગનાં પ્રેશરથી બજારમાં પીછેહઠ જોવાઇ

પ્રોફિટ બુકિંગનાં પ્રેશરથી બજારમાં પીછેહઠ જોવાઇ

 | 2:16 am IST

અમદાવાદ, તા.૨૦

વિશ્વભરના શેરબજારોની નરમાઇ સાથે ભારતીય બજારમાં સુધારાની ચાલ અટકી હતી. જેમાં સેન્સેક્સ ૧૩૦  પોઇન્ટની પીછેહઠમાં ૨૯૫૧૯ અને નિફ્ટી ૩૩ પોઇન્ટના ઘટાડામાં  ૯૧૨૭ના મથાળે બંધ રહ્યો હતો. પાછલા બંધથી પોઝિટિવ  ઓપનિંગમાં સેન્સેક્સ ૨૯૬૫૩ ખૂલ્યા બાદ સુધારની ક્ષણિક ચાલમાં ઉપરમાં ૨૯૬૯૯ સુધી ગયું  હતું. જો કે ઊંચા મથાળે ભારે પ્રોફિટ બુકિગના પ્રેશરથી ઘટાડાની ચાલ શરૂ થતાં બજાર ઇન્ટ્રા-ડે ટોચથી ૨૧૭ પોઇન્ટ ખાબકીને ૨૯૪૮૨ના  તળિયે ગયો હતો. તો નિફ્ટીમાં આ રેન્જ ૯૧૧૬થી ૯૧૬૬ની રહી હતી.  બજારના આજના ઘટાડામાં આઇટી- ટેક અને બેન્કિંગ સ્ટોકમી મોટી  ભૂમિકા હતા. સેન્સેક્સના ૩૦માંથી ૧૪ અને નિફ્ટીના ૫૧માંથી ૨૮  શેર ખરડાયાં હતા. જેમાં એક્સિસ બેન્ક ૨.૪ ટકા, આઇસીઆઇસીઆઇ  બેન્ક બે ટકા, ઇન્ફોસિસ ૧.૯ ટકા, ટીસીએસ ૧.૮ ટકા, રિલાયન્સ ૧.૬  ટકા, વિપ્રો ૧.૪ ટકા, તાતા સ્ટીલ ૧.૧ ટકા, લાર્સન- ટુબ્રો,  પાવરગ્રીડ, હિન્દુસ્તાન યુનિલિવર, મારુતિ સુઝુકી, હીરો  મોટોકોર્પ, મહિન્દ્રા- મહિન્દ્રા અને તાતા મોટર્સ જેવા હેવીવેઇટ્સ  સ્ટોક સાધારણથી પોણા ટકા જેટલાં તૂટયાં હતો. બજારના ૧૩૦  પોઇન્ટના ઘટાડામાં ઇન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રોનો ફાળો ૭૪  ટકા જેટલો હતો. તો બીજી બાજુ એનટીપીસી, એચડીએફસી બેન્ક,  કોલ ઇન્ડિયા, ભારતી એરટેલ, લુપિન, એચડીએફસી, ઓએનજીસી,  આઇટીસી, ડો. રેડ્ડી લેબ, બજાજ ઓટો, અદાણી પોર્ટ્સ, સન  ફાર્મામાં વત્તે ઓછા પ્રમાણમાં ૦.૯ ટકા સુધીનો સુધારો જોવા  મળ્યો હતો. બજારની  એકંદરે નરમાઇ તરફી ચાલમાં ફાઇનાન્સ કંપનીઓના શેર  નોંધપાત્ર ઝળક્યાં હતા. જેમાં એચડીએફસી, કોટક બેન્ક, ગોદરેજ  પ્રોપર્ટીઝ, સુપ્રીમિ ઇન્ડસ્ટ્રીઝ, બ્લુસ્ટાર, ડીએચએફએલ, ઇન્ડિયા બુલ્સ  હાઉસિંગ ફાઇનાન્સ, કેન ફિન હોમ્સ અને દિલીપ બિલ્ડકોન સહિત  બીએસઇ-૫૦૦ અને સ્મોલકેપના ૨૪ જેટલાં ફાઇનાન્સ સ્ટોક   ઐતિહાસિક ટોચે પહોંચ્યાં હતા. સ્મોલકેપ   કામકાજ દરમિયાન ૧૪૦૭૧ની ઊંચાઇ જઇ અંતે નજીવા સુધારામાં  ૧૪૦૫૪ બંધ થયો હતો. તેના ૭૭૪માંથી ૩૭૧ શેર વધ્યાં હતા.

આઈડિયામાં કડાકો

વોડાફોન સાથેનાં મર્જરના અહેવાલની આઇડિયા સેલ્યુલરના શેર પર ભારે નકારાત્મક અસર થઇ હતી. આઇડિયા સેલ્યુલરનો શેર કામકાજ દરમિયાન પંદરેક ટકા જેટલો તૂટીને રૂ. ૯૨ના ઇન્ટ્રા-ડે તળિયે જઇ અંતે ૯.૫૫ ટકાના કડાકામાં રૂ. ૯૭.૬૦નાં મથાળે બંધ રહ્યો હતો. ગત શુક્રવારે આઇડિયાના શેરનો બંધ ભાવ રૂ. ૧૦૭.૯ હતો. ૨૮ એપ્રિલ ૨૦૧૬માં આ શેરમાં રૂ. ૧૨૮ની વર્ષની ટોચ બની હતી. ટેલિકોમ ઇન્ડસ્ટ્રીઝમાં એકંદરે નેગેટિવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એરસેલ સાથેનાં મર્જરના પ્રસ્તાવને એ મંજૂરી આપવાના સારા અહેવાલ છતાં રિલાયન્સ કોમ.નો શેર રૂ. ૩૭.૨ના ઇન્ટ્રા-ડે તળિયે જઇ અંતે સાધારણ ઘટાડામાં રૂ. ૩૮.૧૫ બંધ રહ્યો હતો. તાતા ટેલિ.નો શેર ૩.૩ ટકાના કડાકામાં રૂ. ૮.૧૩ અને મહાનગર ટેલિફોન ૦.૯ ટકા જેટલો ખરડાયો હતો, જ્યારે ભારતી એરટેલનો શેર  પોણા ટકાના સુધારામાં રૂ. ૩૪૯ બંધ હતો.

આઇટી-ટેક કંપનીના શેર ડાઉન

અમેરિકન ડોલર સામે  ભારતીય રૂપિયાના મૂલ્યમાં સુધારાની ચિંતા આઇટી અને  ટેક્નોલોજી સેક્ટરની કંપનીઓને સતાવી રહી છે. માર્કેટ  એનાલિસિસના મતે  ચાલુ ક્વાર્ટર  અને આગામી વર્ષ પણ પડકારજનક રહેવાની ચિંતા છે. હેવીવેઇટ્સ  સ્ટોકમાં ભારે પ્રોફિટ બુકિંગથી આઇટી ઇન્ડેક્સ ૧.૪ ટકાની  નુકસાનીમાં ૧૦૪૪૧ અને ટેક ઇન્ડેક્સ સવા  ટકાની ખરાબીમાં ૫૭૯૦ના મથાળે બંધ રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સના  ૫૮માંથી ૩૬ અને ટેક ઇન્ડેક્સના ૩૦માંથી ૧૫ શેર ડાઉન હતા. જેમાં  સોનાટા સોફ્ટવેર ૪.૫ ટકા, એફએસએલ ૩.૨ ટકા, ઇન્ફોસિસ ૧.૯ ટકા,  ટીસીએસ ૧.૮ ટકા, વિપ્રો ૧.૬ ટકા, ત્રિજ્ઞાન ૧.૪ ટકા, ટીવીએસ ઇલે.  ૧.૪ ટકા, સિગ્નિટી ૧.૩ ટકા, પોલારિસ, ન્યુક્યુલસ, એક્સેલી,  ઇકર્લેક્સ સવા ટકા, કેલટોન ટેક ૧.૨ ટકા, પ્રેસિટન્ટ ૧ ટકા જેટલાં  ખરડાયાં હતા. ઉપરાંત ઓઇલ-ગેસ, મેટલ, કેપિટલ ગુડ્સ,  બેન્કેક્સ, ટેલિકોમ, એનર્જી ઇન્ડેક્સમાં પોણા ટકા સુધીનો ઘટાડો  જોવા મળ્યો હતો. જેમાં કન્ઝયુમર ડયુરેબલ્સ ઇન્ડેક્સ ૧ ટકાના  સુધારામાં ૧૪૬૫૬ બંધ હતો. વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝના સાધારણ  ઘટાડાને અપવાદરૂપ ગણતાં બાકીના ૯ શેર વધ્યાં હતા. જેમાં  પીસી જ્વેલર ૫.૫ ટકા, બ્લુસ્ટાર ૪.૪ ટકા, વ્હર્લપૂલ ૩.૧ ટકા, નિલકમલ  ૨.૧ ટકા, ટાયટન, ટીટીકે પ્રેસ્ટિજ, ક્રોમ્પટન, રાજેશ એક્સ્પોર્ટ્સ અને  સિમ્ફનીના શેર એકંદરે નજીવા સુધારામાં દેખાતા હતા. ડાઉનવર્ડ માર્કેટમાં ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ (જીઇ શિપિંગ) કંપનીનો  શેર ભારે વોલ્યુમ સાથે ઇન્ટ્રા-ડે સાતેક ટકાના જમ્પમાં  રૂ.૪૧૨.૯૫ની વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. કામકાજના અંતે  ૩.૬ ટકાના સુધારામાં રૂ.૪૦૦ નજીક બંધ આવ્યો હતો. બીએસઇ ખાતે  રોજના સરેરાશ ૩૨ હજાર શેર સામે ૯.૮૦ લાખ શેરના કામકાજ થયા  હતા. જીઇ શિપિંગ કંપનીએ ગત સપ્તાહે સુપરમેક્સ ડ્રાય બલ્ક  કુરિયરને ખરીદવા માટેનો કોન્ટ્રાક્ટ કર્યો છે.