Property Detail Of Ex Finance Minister PChidambaram
  • Home
  • Featured
  • દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે ચિદમ્બરમ, જાણો કેટલી છે તેમની સંપત્તિ

દર વર્ષે કરોડો રૂપિયા કમાય છે ચિદમ્બરમ, જાણો કેટલી છે તેમની સંપત્તિ

 | 10:48 pm IST

આખરે INX મીડિયા કેસમાં પૂર્વ નાણા મંત્રી ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. ચિદમ્બરમનો પરિવાર જાહેર કરેલી 175 કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક છે. જો કે તપાસ એજન્સીઓનો આરોપ છે કે તેમની વાસ્તવિક સંપત્તિ આનાથી ઘણી વધારે છે. પી. ચિદમ્બરમ પર INX મીડિયાને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ બૉર્ડથી ગેરકાયદેર રીકે સ્વીકૃતિ અપાવવા માટે લાંચ લેવાનો આરોપ છે. આ મામલો 2007નો છે, જ્યારે ચિદમ્બરમ દેશનાં નાણા મંત્રી પદ પર હતા.

જાહેર કરેલી સંપત્તિ કરતા અનેક ગણી સંપત્તિ હોવાનો અંદાજો

રાજ્યસભા માટે પી. ચિદમ્બર દ્વારા જમા એફીડેવિટ અનુસાર તેમના અને તેમની પત્ની પાસે લગભગ 95.66 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની ઉપર લગભગ 5 કરોડ રૂપિયાની લેવડ-દેવડ બાકી છે. તેઓ મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ છે.

જો કે તેમના દ્વારા જણાવવામાં આવેલી સપંતિ 4 વર્ષ પહેલા રાજ્યસભા ચૂંટણી વખતની છે. તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમે પોતાની સંપત્તિ 80 કરોડ રૂપિયા જાહેર કરી છે. એટલે કે ચિદમ્બરમ પરિવારની પાસે લગભગ 175 કરોડ રૂપિયાની જાહેર કરેલી સંપત્તિ છે.

બ્રિટેનમાં મકાન, 85 લાખની જ્વેલરી

ચિદમ્બરમ એક ધનવાન પરિવારથી સંબંધ રાખે છે અને દેશનાં ટૉપનાં વકીલોમાં સામેલ છે. તેમની હિયરિંગ ફીસ ઘણા લાખ રૂપિયા છે. તેમનો જન્મ તમિલનાડુનાં શિવગંગા જિલ્લાનાં ધનવાન પરિવાર ચેટ્ટિયારમાં થયો હતો. ચિદમ્બરમની સંપત્તિમાં લગભગ 5 લાખ રૂપિયા રોકડા, 25 કરોડ રૂપિયા બેંકો અને અન્ય સંસ્થાઓમાં જમા, 13.47 કરોડ રૂપિયા શેરમાં, પોસ્ટ ઑફિસ યોજનાઓમાં લગભગ 35 લાખ રૂપિયા જમા, લગભગ 10 લાખ રૂપિયાની વીમા પોલીસી, 27 લાખ રૂપિયાની લગ્ઝરી કાર અને 85 લાખ રૂપિયાની જ્વેલરી સામેલ છે.

તેમની સૌથી મોટી ડિપોઝિટ 20 કરોડ રૂપિયાની છે, જ્યારે સૌથી ઓછી ડિપોઝિટ 3 હજાર રૂપિયાની છે. આ ઉપરાંત તેમની પાસે સ્થાવર સંપત્તિઓમાં લગભગ 7 કરોડ રૂપિયાની કૃષિ જમીન, 45 લાખ રૂપિયાની વ્યાવસાયિક બિલ્ડિંગ, 32 કરોડનાં મકાન, બ્રિટેનનાં કેમ્બ્રિજમાં લગભગ 1.5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી સામેલ છે.

આ વિડીયો પણ જુઓ: પી.ચિદંબરમના ઘરે ધરપકડને લઈ હાઈ વોલ્ટેજ ડ્રામા – પાર્ટ 02

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન