NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સાંઈબાબાએ કરેલી ભવિષ્યવાણી થઈ સત્ય, જાણો શું કહ્યું હતું શિરડી વિશે
 | 4:50 pm IST

સંત કવિ શ્રી દાસગણુએ મહારાષ્ટ્રમાં થયેલા સંતોના જીવનના ઈતિહાસની જાણકારી એકત્ર કરી અને તેને કાવ્યબદ્ધ કરી છે. લોકપ્રિય છંદ ઓવીબદ્ધમાં તેમણે સંતોના ચરિત્રનું ચિત્રણ કર્યું છે. દાસગણુ એવા વ્યક્તિ તરીકે પણ ઓળખાય છે જેઓ સાંઈબાબાના સાનિધ્યમાં લાંબા સમય સુધી રહ્યા હોય. સાંઈબાબાની ઈચ્છા અનુસાર તેમણે ભક્તિલીલામૃત, ભક્તિસારામૃત અને સંતકથામૃત નામના સંત ચરિત્રોની રચના કરી છે. સાંઈબાબાના આદેશ અનુસાર તેમણે મરાઠાવાડા-નાંદેડને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે લખેલું સાંઈચરિત્ર પણ સાંઈ ભક્તોમાં પ્રચલિત છે. આ ચરિત્રમાં સાંઈબાબાએ કરેલી ભવિષ્યવાણીનું પણ વર્ણન કરવામાં આવ્યું છે.

સાંઈબાબાએ સૌથી પહેલી ભવિષ્યવાણી શિરડી અંગે કરી હતી કે, “આવનારા વર્ષોમાં શિરડીમાં એટલા લોકો આવશે તે અહીં પગ મુકવાની જગ્યા પણ નહીં હોય”. આ ભવિષ્યવાણી સત્ય થઈ છે તેનો પુરાવો છે વર્તમાન સમયમાં શિરડીના દર્શનાર્થે આવતાં હજારો ભક્તો. સાંઈ ચરિત્ર લખનાર દાસગણુ મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશના હતા અને તેમણે પોતાનુ જીવન ગુરુને સમર્પિત કરી દીધું હતું. તેમને વિષ્ણુસહસ્ત્રનામમાં અત્યંત શ્રદ્ધા હતી.

;