સુરતઃ સગી ભાણી પાસે વેશ્યાવૃત્તિ કરાવનાર માસી પોલીસ જાપ્તામાંથી ભાગી અને પછી.. - Sandesh
  • Home
  • Gujarat
  • સુરતઃ સગી ભાણી પાસે વેશ્યાવૃત્તિ કરાવનાર માસી પોલીસ જાપ્તામાંથી ભાગી અને પછી..

સુરતઃ સગી ભાણી પાસે વેશ્યાવૃત્તિ કરાવનાર માસી પોલીસ જાપ્તામાંથી ભાગી અને પછી..

 | 2:55 pm IST

ચાર યુવકો દ્વારા જાતીય શોષણના કેસમાં ભૂંડી ભૂમિકા બહાર આવતાં ધરપકડ કરાયેલી માસી પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગઇ છે. વીસ વર્ષીય લાલતી ઉર્ફે કસ્તૂરીને મેડિકલ ચેકઅપ માટે સિવિલ હોસ્પિટલ લઇ જવાઇ ત્યારે તે લેડી કોન્સટેબલને ચકમો આપી ભાગી ગઇ હતી.

અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ત્રણ દિવસ અગાઉ યુપીવાસી તરૃણીએ ચાર-ચાર જણાએ બળાત્કાર ગુજાર્યો હોવાની કેફિયત રજુ કરતાં પોલીસની આંખો પહોળી થઈ હતી. થોડા સમય અગાઉ જ બનારસથી આવેલી આ તરૃણીએ એવું પણ કહ્યું હતું કે તેની માસી લાલતીએ જ આ ચારેય પાસે મોકલી હતી. લગ્નની વાતોમાં ફસાવી તેણીએ શારીરિક શોષણ કરાવ્યું હતું.પીડિત તરૃણીએ તેણી પર બળાત્કાર ગુજનારા ઉમાકાંત ઉર્ફે રમાકાંત પેટુ મહેન્દ્રસિંગ રાજપુત (ઉં.વ.૧૯), શિલુસીંગ ઉર્ફે ભોલુ મહેન્દ્રસિંગ રાજપુત (ઉં.વ.૨૩, બંને રહે. કોસાડ આવાસ, અમરોલી, મુળ રહે. સેહેજપુરગામ જિલ્લા દોલતપુર, રાજસ્થાન), ભાવેશ રાજુભાઈ નિખાર (ઉં.વ.૨૧, રહે. બંબાગેટ પાસે કોસાડ) અને મહેશ ઉર્ફે લાલુ બાબુભાઈ કોળી પટેલ(ઉં.વ.૨૦, રહે. નાનપુરા માછીવાડ મુળ રહે. દિહેણગામ, ઓલપાડ) ના નામ પોલીસને આપતા ચારેય જણાની ધરપકડ કરાઇ હતી. ત્યારબાદ પોલીસે લાલતી ઉર્ફે કસ્તુરી ઉર્ફે સંજુ કમલેશ સહાનીની ધરપકડ કરી હતી.

ગત વરસે તરૃણીના અપહરણ અંગે નોંધાવેયાલી ફરિયાદમાં બળાત્કારની કલમ ઉમેરી પોલીસે આ તમામ સામે કાર્યવાહી કરી હતી. દરમિયાનમાં આ લાલતી ઉર્ફે કસ્તુરીને અઠવા પોલીસ મેડિકલ ચેકઅપ માટે સિવિલમાં લઇ ગઇ હતી. સવારે પાંચેક વાગ્યે તેણીને એફ-૧ ગાયનેક વોર્ડમાં લઇ જવામાં આવી હતી. તેણી સાથે કોન્સેટબલ ટ્વિન્કલ વનરાજભાઇ પણ હતી. અહીં લાલતીએે કોન્સટેબલને બાથરૃમ જવાનું કહી ચકમો આપ્યો હતો. તેણી એફ-૧ વોર્ડમાંથી ફરાર થઇ ગઇ હતી. શોધખોળ છતાં લાલતી નહીં મળતાં આખરે જાપ્તામાંથી ભાગવા અંગે તેણી સામે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. સબઇન્સપેક્ટર એન. એચ. મોરએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.