ત્રીજી વનડે પહેલા ભારતને થયો વધુ એક ફાયદો, આફ્રિકાનો આ પ્લેયર થયો ઈજાગ્રસ્ત - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ત્રીજી વનડે પહેલા ભારતને થયો વધુ એક ફાયદો, આફ્રિકાનો આ પ્લેયર થયો ઈજાગ્રસ્ત

ત્રીજી વનડે પહેલા ભારતને થયો વધુ એક ફાયદો, આફ્રિકાનો આ પ્લેયર થયો ઈજાગ્રસ્ત

 | 6:56 pm IST

ભારત સામેની છ વન-ડે મેચની સિરીઝમાં 0-2થી પાછળ ચાલી રહેલી સાઉથ આફ્રિકા ટીમના વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક ઇજાને કારણે બહાર થઈ ગયો છે. કેપ્ટન ડુ પ્લેસી અને એબી ડી વિલિયર્સ પણ ઇજાને કારણે ટીમમાંથી બહાર છે ત્યારે ડી કોક પણ બહાર થતાં ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે.

ડી કોકને ડાબા હાથના કાંડામાં ઇજા થઈ છે અને તેને સ્વસ્થ થતાં ચાર અઠવાડિયાનો સમય લાગશે. આથી તે ભારત સામેની વન-ડે સિરીઝની સાથે ટી-20 સિરીઝમાંથી પણ બહાર થઈ ગયો છે.

સાઉથ આફ્રિકાની ટીમ માટે જોકે એક રાહત એ છે કે, ચોથી વન-ડે દ્વારા ડી વિલિયર્સ વાપસી કરે તેવી શક્યતા છે. પ્રીટોરિયા કન્ટ્રી ક્લબમાં એબી ડી વિલિયર્સે ગોલ્ફ રમવાનો નિર્ણયકર્યો જેને સાઉથ આફ્રિકાના મેડિકલ અધિકારી ડો. શોએબ મંજરાએ સકારાત્મક પગલું ગણાવ્યું છે. ક્રિકેટ ગોલ્ફતી ઘણી અલગ રમત છે પરંતુ ડી વિલિયર્સે કોઈ પણ જાતના દુઃખાવા વિના 18 રાઉન્ડ રમે છે.