Protect Your Online Transaction With This Easy Steps
  • Home
  • Featured
  • ઓનલાઇન હેકિંગથી બચવા ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ

ઓનલાઇન હેકિંગથી બચવા ફોલો કરો આ સિમ્પલ સ્ટેપ

 | 5:23 pm IST

આજનો યુગ ટેકનોલોજીનો યુગ છે. લોકોના મોટાભાગની લેવડદેવડ ઓનલાઇન થઇ ગઇ છે. એટલે કે લોકો હાલ પોતાના મોટાભાગની નાણાકીય લેવડદેવડ ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે જ કરી રહ્યા છે. તેવામાં આ ઓનલાઇન ટ્રૅન્ઝૅક્શનમાં ઘણીવાર લોકોને નુકસાન વેઠવું પડતું હોય છે. જો આવા ઓનલાઇન ટ્રૅન્ઝૅક્શનમાં છેતરપીંડીથી બચવા માટે આ માહિતી તમને ઉપયોગી થશે.

તમારી ઓનલાઇન એક્ટિવિટી પર રાખો નજર

તમારી સાથે ઓનલાઇન શોપિંગ દરમિયાન કોઇપણ પ્રકારની છેતરપીંડી નથી થઇ તે જાણવા માટે તમારા દ્વારા કરવામાં આવેલા દરેક ઓનલાઇન નાના-મોટા ટ્રાન્ઝેકશન પર નજર રાખો અને જો કોઇ ટ્રાન્ઝેકશન શંકાસ્પદ જણાય તો તેને તાત્કાલિક રિપોર્ટ કરો, કારણ કે ક્યારેક નાનું ટ્રાન્ઝેકશન પણ ખતરાની નિશાની હોઇ શકે છે.

નોટિફિકેશન પર આપો ખાસ ધ્યાન

ઘણી વખત તમારા સ્માર્ટફોનમાં કે અન્ય કોઇ ડિવાઇસમાં તમારા દ્વારા ચાલું રાખવામાં આવેલા નોટિફિકેશન એલર્ટને ક્યારેય પણ નજરઅંદાજ ન કરવા જોઇએ, કારણકે આ નોટિફિકેશન દ્વારા તમારા ખાતા સાથે જોડાયેલી બધી જ માહિતી તમને મળતી હોય છે.

ખોટા મેસેજ અને ફોન કોલ પર ન કરો ભરોસો

જો તમને અચાનક જ કોઈ અજાણ્યા મોબાઈલ નંબર પરથી મેસેજ અથવા કોલ્સ આવે અને તમારી ખાતાકીય માહિતી જાણવાનો પ્રયત્ન કરે તો આ વિશેની માહિતી ન આપવી અને આ નંબરને રિપોર્ટ કરવો, જેથી કરીને ભવિષ્યમાં પણ આવા કોઇ અજાણ્યા નંબર વિશે તમને જાણકારી રહે.

અજાણી લિંક પર ક્લિક કરવાનું ટાળો

જો તમારા ફોન કે સ્માર્ટ ડિવાઇસમાં અચાનક જ કોઇ અજાણી લિંક ખૂલી જતી હોય તો, એવી લિંકથી દૂર રહેવું. કારણ કે આવી લિંક દ્વારા લોકો તમારી અંગત માહિતી મેળવી તમારા વિરુદ્ધ જ તેનો ઉપયોગ કરી પોતાનો ફાયદો શોધતા હોય છે. ઘણી વખત ઇમેલ દ્વારા પણ આવી લિંક મોકલવામાં આવતી હોય છે.

આ ઉપરાંત એ પણ ધ્યાન રાખો કે તમારી પાસે એકદમ લેટેસ્ટ ઇન્ટરનેટ સિક્યોરિટી પ્રોગ્રામ અવેલેબલ હોવું જોઇએ. જેના લીધે તમારા દરેક ઓનલાઇન ટ્રાન્ઝેકશન એકદમ સરળ અને સિક્યોર રીતે થઇ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન