Protest In Punjab Assembly Over Statement Of Navjot Singh Siddhu On Pulwama Terror Attack
  • Home
  • Featured
  • પુલવામા નિવેદન મુદ્દે વિધાનસભામાં સિદ્ધુ અને અકાલી ધારાસભ્યો સામસામે આવી ગયા

પુલવામા નિવેદન મુદ્દે વિધાનસભામાં સિદ્ધુ અને અકાલી ધારાસભ્યો સામસામે આવી ગયા

 | 1:43 pm IST

પુલવામા હુમલા બાદ પોતાના નિવેદનોને લઈને સતત ચર્ચામાં રહેલા પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહ્યું. તેમને ભારે ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સિદ્ધુ વિરૂદ્ધ પંજાબની વિધાનસભામાં ભારે નારેબાજી થઈ છે.

શિરોમળી અકાલી દળના નેતાઓએ સિદ્ધુના નિવેદન પર તેમનું સ્પષ્ટિકરણ માંગ્યુ છે. આ દરમિયાન ગરમા-ગરમી એ હદે વધી ગઈ અને ધારાસભ્યો રીતસરના એકબીજાની સામે આવી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા બાદ સિદ્ધુએ કહ્યું હ્તું કે, કેટલાક લોકોના કારણે તમે શું આખા દેશને જવાબદાર ઠેરાવી શકો? શું એક વ્યક્તિને દોષીત ઠેરવી શકાય? સિદ્ધુએ એમ પણ કહ્યું હ્તું કે, પાકિસ્તાન સાથે વાતચીત કરીને જ તમામ મુદ્દાઓનું સમાધાન લાવવું જોઈએ. તેમના આ નિવેદન પર પંજાબ વિધાનસભામાં આજે ભારે હોબાળો થયો. અકાલી દળના ધારાસભ્યો માંગણી કરી રહ્યાં હતાં કે, સિદ્ધૂ પાસે આ નિવેદન બદલ સ્પષ્ટિકરણ માંગવામાં આવે. સરકારને સિદ્ધુ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી. આ દરમિયાન વિધાનસભામાં ભારે ગરમાગરમી થઈ.

અકાલી દળના ધારાસભ્યો અને સિદ્ધુ રીતસરના સામસામે આવી ગયા હતાં. બંને વચ્ચે તીખી ચર્ચાઓ થઈ. બંને એકબીજા સામે હાથ લાંબા કરીને જોરજોરથી બોલી રહ્યાં હતાં. સ્પીકરે બંને પક્ષોને શાંત કરાવવા પ્રયાસ કર્યો. ઝીરો અવર્સ નથી ચાલી રહ્યો માટે સૌકોઈને શાંત થવાની અપીલ પણ કરવામાં આવી. અકાલી દળના નેતા વિરસા સિંહ વલટોહાએ કહ્યું હતું કે, જ્યારે દેશ આખો દુખી છે ત્યારે સિદ્ધુ આતંકવાદને જસ્ટિફાઈ કરી રહ્યાં છે. સિદ્ધુને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની નજીક હોવાનો લાભ મળી રહ્યો છે.

અગાઉ આ વિવાદીત નિવેદન બદલ સિદ્ધુને કોમેડી ટીવી શો ‘ધ કપિલ શર્મા શો’માંથી પણ હાંકી કાઢવામાં આવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન