Protests Against China Continue In Hong Kong
  • Home
  • Featured
  • ભારતને લદ્દાખમાં ઘેરવાના ચક્કરમાં બરાબરનું ભેરવાઈ ગયું ચીન, આવ્યો હોંગકોંગ ખોવાનો વારો

ભારતને લદ્દાખમાં ઘેરવાના ચક્કરમાં બરાબરનું ભેરવાઈ ગયું ચીન, આવ્યો હોંગકોંગ ખોવાનો વારો

 | 4:57 pm IST

લદાખમાં ભારતને ઘરમાં જ ઘેરવાના પ્રયાસ કરી રહેલા ચીનને હોંગકોંગમાં જોરદાર ઝાટકો લાગ્યો છે. અનેકવાર તો હિંસક પ્રદર્શનો પણ યોજાઈ ચુક્યા છે. જેને ધ્યાનમાં રાખીને ચીની સરકારે હોંગકોંગ માટે નેશનલ સિક્યોરિટી કાય્યદાને સંસદમાં રજુ કર્યો છે. જેના વિરૂદ્ધ હોંગકોંગમાં લાખો લોકો રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ચીન સમર્થક પોલીસ લોકશાહીની માંગણી કરી રહેલા પ્રદર્શનકારીઓ વિરૂદ્ધ ભારે દમન ગુજારી રહી છે.

ચીનની દાદાગીરી માત્ર હોંગકોંગ જ નહીં પણ તાઈવાન અને ભારતને અડીને આવેલી લદ્દાખ સરહદે પણ યથાવત છે. તાજેતરમાં થયેલી સૈન્ય ઝપાઝપી બાદ ચીને મોટી સંખ્યામાં સૈનિકોને લદ્દાખમાં એકદમ સરહદ નજીક તૈનાત કર્યા છે. એટલુ જ નહીં ચીની સેના ભારત દ્વારા સરહદે થઈ રહેલા રસ્તાઓ બનાવવાની પ્રક્રિયાને પણ રોકવા માટે પ્લાનિંગ કરી રહ્યું છે.

હોંગકોંગ માટે નવા કાયદા

શિન્હુઆમાં જણાવ્યા પ્રમાણે ચીની સંસદના સત્ર પહેલા એક બેઠકમાં નેશનલ સિક્યુરિટીની સુરક્ષા માટે હોંગકોંગમાં સ્પેહિયલ પ્રશાસનિક ક્ષેત્રમાં કાયદો અને વ્યવસ્થા સ્થાપવા અને તેને વધુ સારી બનાવવા અને તંત્ર લાગુ કરવા માટે બિલ પર સમીક્ષાનો એજંડામાં શામેલ કરવામાં આવ્યો છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ નામના સમાચાપત્રમાં જણાવ્યા પ્રમાણે આ કાયદા અંતર્ગત વિદેશી હસ્તક્ષેપ, આતંકવાદ અને રાષ્ટ્રદોહ ગતિવિધિઓ પર પ્રતિબંધ રહેશે જેના દ્વારા સરકાત હટાવવાના પ્રયાસ થઈ રહ્યાં છે.

વિરોધ પ્રદર્શનોમાં અનેક લોકોના મોત

હોંગકોંગ ચીનના એક વિશેષ પ્રશાસનિક ક્ષેત્ર છે જ્યાં આઝાદીની માંગણીને લઈને લાખો લોકો પહેલા પણ પ્રદર્શન કરી ચુક્યા છે. જોકે ચીની સૈન્ય અને હોંગકોંગની ચીન સમર્થિત સરકારે મહિના કરતા પણ વધારે સમય સુધી ચાલેલા આંદોલનને હિંસક રૂપે કચડી નાખ્યું હતું. આ દરમિયાન થયેલી ઝપાઝમીમાં મોટી સંખ્યામાં લોકોના મોત પણ થયા હતાં. જોકે હવે ચીન આ મામલે બરાબરનું ભેરવાઈ રહ્યું છે. શક્તિશાળી અમેરિકા હોંગકોંગની આઝાદીને સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. જેથી ચીનના હાથમાંથી ધીમે ધીમે હોંગકોંગ સરકી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન