આ દેશની આર્મી વિરૂદ્ધ Facebookએ કમાન સંભાળી, પેજ ડિલીટ કરી આપી ખાસ સલાહ

મ્યાનમાર (Myanmar)માં સૈન્ય તખ્તાપલટા વિરૂદ્ધ પ્રદર્શન જોર પકડી રહ્યું છે. સેના પ્રદર્શનકારીઓ પર બળ પ્રયોગ કરી રહી છે. તે છતા પ્રદર્શન ઓછું નથી થઇ રહ્યું. એક પ્રસિદ્ધ અભિનેતાએ પણ તખ્તાપલટના વિરોધનું સમર્થન કર્યું છે, માટે સેનાએ તેની પણ અટકાયત કરી લીધી છે. માત્ર આટલું જ નહીં પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ પણ કરવામાં આવ્યું. જેમા બે લોકોના મોત નિપજ્યા અને 20 જેટલા લોકો ઘાયલ પણ થઇ ગયા. ત્યાં જ ફેસબુકએ રવિવારે સેના (Myanmar Army)નું મુખ્ય પેજ ડિલીટ થઇ ગયું. કંપનીએ આ કાર્યવાહી હિંસા ભડકાવવા પર રોક લગાવવા માટેના નિમય અંતર્ગત કરી છે. યૂનાઇટેડ નેશને (UN) પણ મ્યાનમારના સૈન્ય શાસકોને પ્રદર્શનકારીઓ પર ખતરનાક હથિયારનો ઉપયોગ નહી કરવાની ખાસ સાલહ પણ આપી છે.
ફેસબુકે પેજ ડિલીટ કર્યું
ફેસબુકે મ્યાનમારની સેના દ્વારા ચલાવામાં આવી રહેલ મુખ્ય સમાચારને હટાવી દીધા છે. જેમા હિંસાને ભડકાવા પર રોક લગાવવાના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર તખ્તાપલટના વિરોધમાં બે લોકોના માર્યા ગયાના એક દિવસ બાદ ફેસબુકએ આ પગલું ભર્યું હતું. આ અંગે ફેસબુકે એક નિવેદનમાં જણાવ્યું કે, અમે અમારી વૈશ્વિક નીતિઓ અનુરૂપ, અમે સમુદાયના ધોરણોનું વારંવાર ઉલ્લંઘન માટે ફેસબુકથી ટાટમાડૉ ટ્ર ન્યૂઝ ઇન્ફોર્મેશન ટીમના પેજને હટાવી દીધુ છે.
સેનાએ પ્રદર્શનકારીઓને ચેતવણી આપવા માટે પેજનો ઉપયોગ કર્યો અને પોતાના આરોપોને પ્રસાર કર્યા કે નેશનલ લીગ ફોર ડેમોક્રેસી (એનએલડી)એ ગત વર્ષે ચૂંટણીમાં જીત હાંસલ કરી હતી. સેનાએ પોતાના આરોપોને પરત કરવાના કોઇ પુરાવા આપ્યા નથી.
કન્ટેન્ટ પર પણ લગાવ્યો પ્રતિબંધ
જણાવી દઇએ કે, આ મહિનાની શરૂઆતમાં મ્યાનમારની સેનાએ લોકતાંત્રિક રૂપથી નિર્વાચિત નેતા આંગ સાન સૂ ચી અને અન્યને હીરાસતમાં લીધા બાદ દેશમાં એક વર્ષ માટે આપાતકાળ લગાવી દીધો છે. ફેસબુકે આ મહિનાની શરૂઆતમાં મ્યાનમારની સેના દ્વારા ચલાવવામાં આવી રહેલ કંટેટ અને પ્રોફાઇલ પર વ્યાપર પ્રતિબંધ લાદી દીધા હતા જેથી ખોટી માહિતીને રોકી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન