News for those employees who invest in PF from their Salaries
  • Home
  • Business
  • PF કપાવનાર કર્મચારી માટે ખાસ સમાચાર, ચેક કરીલો તમારા મહેનતનાં નાણાં તો નથી ડૂબ્યાને?

PF કપાવનાર કર્મચારી માટે ખાસ સમાચાર, ચેક કરીલો તમારા મહેનતનાં નાણાં તો નથી ડૂબ્યાને?

 | 12:19 pm IST

લાખો કર્મચારીઓના પ્રોવિડન્ડ અને પેન્શન ફન્ડના હજારો કરોડ રૂપિયા ડૂબી જાય તેવો ખતરો તોળાઈ રહ્યો છે. એનાલિસ્ટોનું અનુમાન છે કે આ Infrastructure Leasing & Financial Services અને તેની ગ્રૂપ કંપની આ ફન્ડમાંથી 15થી 20 હજાર કરોડ રૂપિયા લાગેલા છે. મામલાના જાણકાર કેટલાક લોકો તરફથી આ માહિતી મળી રહી છે.

ખતરામાં 20,000 કરોડ

આ ફંડોને બીલ્કુલ અપારદર્શી પ્રવૃત્તિને કારણે ફસાયેલી રકમનું ખરેખરુ આંકલન કરી શકાય તેમ નથી.પણ એક્સપર્ટનું માનવુ છે કે આ આંકડો 20 હજાર કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ રકમ IL&FSમાં મળેલ બેન્કો, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય વેલ્થ મેનેજમેન્ટ સ્કીમોમાં પ્રાપ્ત દેવાથી અલગ છે.

IL&FS પર 91,000 કરોડનું દેવુ

યૂબીએસ એનાલિસ્ટે તમામ પહેલુ પર ધ્યાન આપતા કહ્યુ છે કે IL&FSને કર્જ આપનાર 11,300 કરોડથી લઈને 28,500 કરોડ રૂપિયાનો ચૂનો લાગી શકે છે. રેગ્યુલેટરી ફાઈલિંગથી ખબર પડે છે કે IL&FS પર 91 હજાર કરોડનું દેવુ છે. જેનુ 61% બેન્ક લોન, જ્યારે 33% ડિબેન્ચરો અને કમર્શલ પેપરોના માધ્યમથી દેવુ છે.

પ્રાઈવેટ મેનેજમેન્ટ ફંડો સામે વધુ પડકાર

ખાનગી કંપનીઓને પ્રોવિડન્ડ અને પેન્શન ફંડો માટે મોટુ જોખમ માનવામાં આવે છે કેમકે આ એમ્પ્લોઈ પ્રોવિડન્ડ ફન્ડ ઓર્ગનાઈઝેશન(EPFO)ની શરતો અનુસાર કોઈ પણ નુકશાન ભરપાઈ કરવાનું રહેશે. EPFO આવીજ શરતો પર ખાનગી રીતે નીવૃત્તિના મેનેજમેન્ટને મંજૂરી આપે છે.

સૌથી વધુ પૈસા આ બેન્કોના

IL&FSમાં સૌથી વધુ પૈસા યસ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક અને બેન્ક ઓફ બરોડાના ફસાયેલા છે. પણ આ ખબર નથી પડી કે તેમાં ક્યા પ્રોવિડન્ડ ફન્ડ અને પેન્શન ફંન્ડની કેટલી રકમ ફસાયેલી છે.

AAA ના ચક્કરમાં ફસાયા પૈસા

રિટાયરમેન્ટ ફન્ડ્સ પ્રબંધન કરનાર આ ફન્ડમાંથી કેટલાક પાસે સંકટમાં ઘેરાયેલી કંપની IL&FSના બોન્ડ્સ છે અને કેટલાક આને લોન આપનાર છે. આ ફન્ડમાં IL&FSને પ્રાપ્ત AAA રેટીંગના કારણે બોન્ડ્સ ખરીદવાનો નિર્ણય કરતા હોય છે. ધ્યાન રાખવુ આવી ટ્રિપલ રેટીંગ ધરાવતી કંપનીઓમાં રોકામ કરવાને સુરક્ષીત માનવામાં આવે છે, સાથે સાથે AAA રેટીંગ પર સારૂ એવુ રિટર્ન મળવાની આશા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન